રશિયાનો યુક્રેન પર વધુ એક ઘાતક હુમલો ૧૫નાં મોત, ૧૫૬થી વધુ વ્યક્તિઓ ઘાયલ

(એજન્સી)                          કીવ, તા.૧૮
રશિયાએ સોમવારે રાતે યુક્રેન પર વધુ એક ઘાતક હુમલો કર્યો હતો. રશિયાએ યુક્રેનના કિવને નિશાન બનાવતા મિસાઈલ તથા ડ્રોન વડે સંખ્યાબંધ હુમલા કર્યા હતા જેમાં ૧૫ લોકોનાં મોત થયા છે તથા ૧૫૬ લોકો ઘાયલ થયા હોવાની વિગતો છે. રશિયાએ કિવમાં એક નવ માળની ઈમારતને ટાર્ગેટ બનાવી હતી અને આ હુમલાને ચાલુ વર્ષનો અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે. બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા વાતચીતના બે રાઉન્ડ અગાઉ નિષ્ફળ રહ્યા હતા અને કોઈ જ ઉકેલ આવ્યો નહતો.  યુક્રેનના પાટનગર કિવમાં રશિયાના સૈન્યએ વધુ એક વખત હુમલો કર્યો હતો. રાત્રે સંખ્યાબંધ મિસાઈલો અને ડ્રોન વડે કિવની સંખ્યાબંધ બિલ્ડિંગો પર વાર કરાયો હતો. રશિયાના હુમલાને પગલે નવ કલાક સુધી કિવમાં મિસાઈલ અને ડ્રોનના ધડાકાઓ ગૂંજ્યા હતા. આ હુમલામાં ૧૪નાં મોત થયા છે અને કેટલીક બિલ્ડિંગોને નુકસાન પહોંચ્યું હોવાનું કિવના લશ્કરી વહીવટના વડા તૈમુર ત્કાચેન્કોએ જણાવ્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેનસ્કીએ જણાવ્યું કે, કિવ પર કરાયેલો આ સૌથી ભયાનક હુમલા પૈકીનો છે. રશિયાએ ૪૪૦થી વધુ ડ્રોન અને ૩૨ મિસાઈલોથી કિવ પર પ્રહાર કર્યો હતો. યુક્રેનના ગૃહ મંત્રાલયના મતે ઈજાગ્રસ્તોનો આંક ૧૩૯ હોવાનું જણાયું છે. મેયર વિટાલી ક્લિત્સ્કોએ જણાવ્યું કે, બુધવારે મૃતકો માટે સત્તાવાર શોક પાળવામાં આવશે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks