
દહેજની કોઈ આપ-લે થશે નહીં, આમંત્રિતોને પુસ્તકો અને રોપાઓ ભેટ સ્વરૂપે આપવા અપીલ કરવામાં આવી છે
(એજન્સી) જયપુર, તા.ર૩
રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક દલિત યુગલ બંધારણના શપથ લઈને લગ્ન કરવા તૈયાર છે. તેઓ દરેક સપ્તપદીના ફેરા ફરતાં સાત સંકલ્પ લેશે.
સામાજિક પરિવર્તન તરફના પગલા તરીકે, મમતા મેઘવંશી અને ક્રિષ્ના વર્મા (બંને વકીલો) ૧૮ માર્ચે, માંડલ તહસીલના સિડિયાસ ગામમાં આંબેડકર ભવનમાં લગ્ન કરશે. દુલ્હન પ્રખ્યાત દલિત સામાજિક કાર્યકર્તા ભંવર મેઘવંશીની પુત્રી છે.
આવી રીતે બિનપરંપરાગત રીતે લગ્ન કરીને આ જોડી ‘પ્રેમ, કરૂણા, સ્નેહ, ઉદારતા, ન્યાય અને સમાનતા’ નો સંદેશ આપવા માંગે છે. લગ્નમાં વર-કન્યાને દહેજને બદલે પુસ્તકો અને છોડ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. નવો સમાજ બનાવવાના સંકલ્પની સાથે સાથે, ચરતા પશુ-પક્ષીઓ, નદીઓ, પર્વતો અને પર્યાવરણની જાળવણી માટે પણ સંકલ્પ લેશે.
ડૉ. બી.આર. આંબેડકર અને તેમના પત્ની ડૉ. શારદા કબીરના પગલે ચાલતા, આ દંપતીના લગ્નમાં, ન તો અગ્નિ ફેરાની વિધિ હશે, ન તો ડીજેનો શોર હશે. લગ્નનું સંચાલન ભંતે, ડો. સિદ્ધાર્થ વર્ધન કરશે, જે પાણિગ્રહણ સમારોહ દરમિયાન મંગલસૂત્ર (વૈદિક સ્તોત્ર) નો પાઠ કરશે. લગ્ન પૂર્ણ થયા પછી, વર- કન્યા છોડ રોપશે.
તે અન્ય લગ્નોથી કેવી રીતે અલગ છે ?
લેખક અને સામાજિક કાર્યકર્તા ભંવર મેઘવંશીએ ધ મૂકનાયકને જણાવ્યું હતું કે, તેમની પુત્રીના લગ્ન દહેજ, પ્રદૂષણ અને પરંપરાઓથી મુક્ત છે.
સામાન્ય રીતે, લગન લેખન (લગ્ન પહેલાની પૂજા જે કન્યાના ઘરે યોજવામાં આવે છે)નું આયોજન પૂજારી દ્વારા મુહૂર્ત (લગ્ન માટેની શુભ તારીખ અને સમય) નક્કી કરવા માટે કરવામાં આવતું છે. ધાર્મિક વિધિ પછી હળદર, ચંદન અને મહેંદીની વિધિ કરવામાં આવતી હોય છે. આ દિવસોમાં પ્રી-વેડિંગ શૂટ પણ થતું હોય છે અને ત્યારબાદ લગ્નનું સરઘસ પણ નિકળતું હોય છે. વરરાજા તલવારથી તોરણને કાપીને, પછી વર અને કન્યા બંને પવિત્ર અગ્નિના સાત ફેરા કરે છે. દેવી-દેવતાઓને પ્રણામ કરવા માટે મંદિરમાં જવાની પણ પરંપરા છે. કન્યા વિદાયના સમયે દહેજ પણ દર્શાવ્વામાં આવે છે. તેમણે દાવો કર્યો હતો કે, ‘મારી પુત્રીના લગ્નમાં આવી કોઈ વિધિ કરવામાં આવશે નહીં. લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થશે. જેને કાનૂની લગ્ન પણ કહેવાય છે.’