(એજન્સી) તા, ૬
રિપબ્લિકન સેનેટરે બુધવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘ગાઝા પટ્ટી પર કબજો’ કરવાના પ્રસ્તાવની ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે ‘શાંતિની શોધ ઇઝરાયેલ અને પેલેસ્ટીની બંને દ્વારા પ્રાપ્ત થવી જોઈએ. ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સાથેની એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમેરિકા ગાઝા પટ્ટી પર કબજો કરશે અને અમે તેની સાથે કામ કરીશું અને જો જરૂરી હોય તો અમેરિકન સૈનિકો મોકલીને તેને ‘મધ્ય પૂર્વના રિવેરા’માં ફેરવીશું તેના એક દિવસ પછી તેમની ટિપ્પણીઓ આવી છે. પૌલે તેમની ટિપ્પણીઓને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોની પોસ્ટ સાથે જોડીને જણાવ્યું કે ‘ગાઝા હમાસથી મુક્ત હોવું જોઈએ.’ રૂબિયોએ જણાવ્યું કે, ‘જેમ @POTUS આજે શેર કર્યું છે, યુનાઇટેડ સ્ટેટ્સ ગાઝાને ફરીથી સુંદર બનાવવા અને નેતૃત્વ કરવા માટે તૈયાર છે. અમારો ધ્યેય તમામ લોકો માટે આ ક્ષેત્રમાં કાયમી શાંતિ બનાવવાનો છે.’ ટ્રમ્પની દરખાસ્ત ગાઝા યુદ્ધવિરામ સમજૂતી ૧૯ જાન્યુઆરીએ અમલમાં આવ્યા પછી આવી હતી, જેમાં ઇઝરાયેલના નરસંહાર યુદ્ધને સ્થગિત કરવામાં આવ્યું હતું, જેણે ૪૭,૫૦૦થી વધુ પેલેસ્ટીનીઓની હત્યા કરી અને પ્રદેશને બરબાદ કર્યો છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે નવેમ્બરમાં નેતાન્યાહુ અને તેમના પૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ વિરૂદ્ધ ગાઝામાં યુદ્ધ અપરાધો અને માનવતા વિરૂદ્ધના ગુનાઓ માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. ઈઝરાયેલને ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં નરસંહારના કેસનો પણ સામનો કરવો પડે છે.