
પોલીસે દાવો કર્યો કે, રોહિત વેમુલા દલિત ન હતો અને તેણે આત્મહત્યા કરી હતી કારણ કે, તેને તેની ‘વાસ્તવિક જાતિની ઓળખ’નો ડર હતો
(એજન્સી) તા.૭
રોહિત વેમુલા મૃત્યુ કેસઃ અહેવાલ મુજબ, તેલંગાણા પોલીસે રોહિત વેમુલા મૃત્યુ કેસ બંધ કર્યો હતો અને તમામ આરોપીઓને મુક્ત કર્યા હતા.
પોલીસે દાવો કર્યો હતો કે, વેમુલા દલિત નહોતો અને તેણે આત્મહત્યા કરી હતી કારણ કે તેને ડર હતો કે તેની ‘વાસ્તવિક જાતિની ઓળખ’ મળી જશે. વિરોધમાં, રોહિતના ભાઈએ દાવાને ‘વાહિયાત’ ગણાવ્યું.
પોલીસે દાવો કર્યો હતો કે તેનું જાતિ પ્રમાણપત્ર બનાવટી હતું અને પુરાવાના અભાવના કારણે કેસ બંધ કરી દેવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, તેમણે સિકંદરાબાદના તત્કાલિન સાંસદ બંડારૂ દત્તાત્રેય અને વિધાન પરિષદના સભ્ય એન. રામચંદર રાવ તેમજ હૈદરાબાદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અપ્પા રાવ ઉપરાંત કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાઓના કારણે આરોપીઓને પણ ક્લીનચીટ આપી હતી. હવે, હાઈકોર્ટે વેમુલા પરિવાર કરેલી વિરોધ અરજી માટે નીચલી કોર્ટમાં અપીલ કરવા કહ્યું છે.
મીડિયા સાથે વાત કરતા, રોહિતના ભાઈ રાજાએ કહ્યું, ‘મને ખબર નથી કે મારી લાગણીને કેવી રીતે બહાર કાઢવી.’