(એજન્સી) તા.ર૦
પેલેસ્ટીની કેદીઓની સોસાયટી (પીએસએસ)એ જણાવ્યું છે કે આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી ઓછામાં ઓછા ૪૦૦ પેલેસ્ટીની બાળકોની ઈઝરાયેલી અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બાળક દિવસ નિમિત્તે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જે આવતીકાલે ચિન્હિત કરવામાં આવશે. તેમાં પીએસએસએ જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતથી ઈઝરાયેલી કબજા સત્તાધીશોએ અઢાર વર્ષથી ઓછી વયના ૪૦૦ પેલેસ્ટીની બાળકોની ધરપકડ કરી છે, જેમાંથી મોટાભાગના પૂર્વ જેરૂસલેમથી છે. નિવેદનમાં વધુમાં હતું કે ઈઝરાયેલી સત્તાવાળાઓએ તેમની જેલમાં ૧૭૦ પેલેસ્ટીની બાળકોને પડકીને રાખવાનું ચાલુ રાખ્યું હતું. પેલેસ્ટીની બાળકો વિરૂદ્ધ તેમની અટકાયત દરમ્યાન ઈઝરાયેલ વિવિધ પ્રકારના ઉલ્લંઘનો આચરે છે. જેમાં તેમને અભ્યાસ પૂરો કરવાથી અટકાવવું જેલમાં કેટલાકને પરિવાર સાથેની મુલાકાતથી વંચિત રાખવું અને તેમને વ્યક્તિગત રૂમમાં એકલા અલગ રાખવું સામેલ છે. સૌથી સામાન્ય આરોપ પથ્થર ફેંકવાનું છે. જેને ઈઝરાયેલી સૈન્ય ‘સુરક્ષા અપરાધ’ માને છે. આ બાળકોમાંથી જે દોષિત પુરવાર થાય, તેમને ર૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે. જેનો આધાર બાળકની ઉંમર પર છે. ઈઝરાયેલી સુરક્ષા દળોએ ૧૧ વર્ષથી પણ નાના પેલેસ્ટીની બાળકોની ધરપકડ અથવા અટકાયત કરવામાં બિનજરૂરી બળનો ઉપયોગ કર્યો છે. ઈઝરાયેલ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જે ફોજદારી કાર્યમાં નિયમિતપણે બાળકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે. જેમાં ઉચિત સુનાવણી માટે મૂળભૂત સલામતીનો અભાવ હોય છે. ઈઝરાયેલ દ્વારા અટકમાં લેવાયેલા પેલેસ્ટીની બાળકો સતત દુર્વ્યવહાર અને વ્યવસ્થિત ત્રાસનો સામનો કરે છે. જેને ન્યાયતંત્ર અને સરકાર દ્વારા કાયદેસર ઠેરવવામાં આવે છે. પીપીએસ એ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાનોને પગલા ભરવા અને ઈઝરાયેલ પર તેના પેલેસ્ટીની બાળકો પરના અત્યાચારનો અંત લાવવા દબાણ કરવા હાકલ કરી છે.