લેબેનોનના સુન્ની લડાયક જૂથના વડાએ ઇઝરાયેલવિરુદ્ધ હિઝબુલ્લાહ સાથે જોડાણ કર્યું હોવાની પુષ્ટિ કરી

ઈઝરાયેલ સામેની લડાઈમાં લેબેનોનના શીયા-સુન્ની જૂથો એક થયા

(એજન્સી) તા.૨૮
લેબેનીઝ સુન્ની રાજકીય અને લડાયક જૂથના વડાએ ગઈકાલે જણાવ્યું હતું કે, તેઓ ઇઝરાયેલ સામેની લડાઈમાં હિઝબુલ્લાહ સાથે જોડાયા છે અને આ સંઘર્ષે તેમના સાંપ્રદાયિક મતભેદો હોવા છતાં આ બંને જૂથો વચ્ચે સહકારને મજબૂત કરવામાં મદદ કરી છે. અલ-જમા અલ-ઇસ્લામિયા અથવા ઇસ્લામિક જૂથના સેક્રેટરી-જનરલ, શેખ મોહમ્મદ તક્કૂશે જણાવ્યું હતું કે, ગાઝા પર નરસંહારના યુદ્ધ અને તેના વિરુદ્ધના હુમલાઓના જવાબમાં તેમનું જૂથ લેબેનોન-ઇઝરાયેલ સરહદ પરની લડાઇમાં જોડાયો છે. લેબેનીઝ નગરો અને ગામડાઓમાં ઇઝરાયેલે પત્રકારો સહિત નાગરિકોની હત્યા કરી છે. અમે રાષ્ટ્રીય, ધાર્મિક અને નૈતિક ફરજ તરીકે આ યુદ્ધમાં જોડાવાનું નક્કી કર્યું છે. અમે અમારી જમીન અને ગામડાઓને બચાવવા માટે આ કર્યું છે અને અમે ગાઝામાં અમારા ભાઈઓના સમર્થનમાં આ કર્યું છે કારણ કે, ઇઝરાયેલ નરસંહાર કરી રહ્યું છે. આ ઇસ્લામિક જૂથની સશસ્ત્ર પાંખ મુખ્યત્વે દક્ષિણ શહેર સિડોનથી ઇઝરાયેલ સામે તેની કામગીરી હાથ ધરે છે. તક્કૂશે કહ્યું કે, તેઓ માને છે કે, ઇઝરાયેલ માત્ર પેલેસ્ટીનમાં જ નહીં પરંતુ લેબેનોનમાં પણ વધુ પ્રદેશો કબજે કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. આ જૂથ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે પરંતુ હિઝબુલ્લાહ અને હમાસની લેબેનીઝ શાખા સાથે નજીકથી સંકલન કરે છે, તક્કૂશે જણાવ્યું હતું કે, ઇઝરાયેલી દળો સામેના હુમલાનો એક ભાગ હમાસ સાથે સંકલનમાં હતો, જે હિઝબુલ્લાહ સાથે સંકલન કરે છે. હિઝબુલ્લાહ સાથે સીધો સહકાર વધી રહ્યું છે અને આ ક્ષેત્રમાં તે પ્રતિબિંબિત થઈ રહ્યું છે. હિઝબુલ્લાહ સાથેના અમારા સંબંધો સારા અને વધી રહ્યા છે અને અમે યુદ્ધમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે તે વધુ મજબૂત થઈ રહ્યા છે, તેઓ જે શસ્ત્રોનો ઉપયોગ કરે છે તે તેમના પોતાના શસ્ત્રાગારમાંથી ઉપયોગ કરે છે. અમને કોઈપણ તરફથી એક ગોળી પણ મળી નથી. ઇજિપ્તની આદરણીય અલ-અઝહર યુનિવર્સિટીએ રમઝાનના પવિત્ર મહિના દરમિયાન ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરતા યુએન સુરક્ષા પરિષદના ઠરાવને અમલમાં મૂકવા માટે સતત આંતરરાષ્ટ્રીય દબાણની હાકલ કરી છે. ચીને પુનરોચ્ચાર કર્યો છે કે, આ ઠરાવ ઇઝરાયલ માટે બંધનકર્તા છે. અલ-અઝહરે કહ્યું કે, ઇઝરાયને ટેકો આપતી કેટલીક વિશ્વ સત્તાઓની અવિશ્વસનીય સ્થિતિને કારણે આ ઠરાવ લાંબા સમયથી મુલતવી રહ્યો હતો. યુનિવર્સિટીએ આશા વ્યક્ત કરી હતી કે, આ ઠરાવથી આક્રમણનો કાયમી અંત આવશે, ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલના દળોને સંપૂર્ણ પાછી ખેંચી લેવામાં આવશે અને પેલેસ્ટીનીઓ સુધી સહાય પહોંચવામાં મદદ મળશે. તેણે આ ઠરાવને અપનાવવા માટે તમામ ન્યાયી રાષ્ટ્રો, દેશો અને સંસ્થાઓનો આભાર માન્યો હતો. અલ-અઝહરે જણાવ્યું હતું કે, પેલેસ્ટીનીઓ સામે આચરવામાં આવેલા યુદ્ધ અપરાધો અને નરસંહાર માટે ઇઝરાયેલના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની જરૂર છે અને અમારે ગાઝામાં નાગરિકોને રાહત પૂરી પાડવા માટે તમામ રસ્તાઓ અને ક્રોસિંગ દ્વારા સમગ્ર ગાઝા પટ્ટીમાં માનવતાવાદી સહાયની ડિલિવરી કરીને આ અન્યાયી નાકાબંધી તોડવા અને પેલેસ્ટીની લોકોને દુષ્કાળથી બચાવવા માટે હાથ મિલાવવાની જરૂર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks