લે મોન્ડે ઇઝરાયેલના દાવાને રદિયો આપ્યોકે હમાસે ૪૦ બાળકોના શિરચ્છેદ કર્યા

(એજન્સી) તા.૮
ફ્રેન્ચ લે મોન્ડે અખબારે ગાઝા પર યુદ્ધની જરૂરિયાતને આગળ ધપાવવા માટે ઇઝરાયેલી મીડિયાના ઉપયોગને ‘કઠોર પરંતુ નિરાધાર આરોપ’ ગણાવ્યો હતો, મીડિયાના ઉપયોગ અયોગ્ય માહિતીના આરોપોને ઉત્તેજન આપે છે.
‘૪૦ શિશુઓનું શિરચ્છેદ’ઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના માહિતી યુદ્ધના હાર્દમાં અફવાનું નિરાકરણ કરવા કહ્યું હતું. પેલેસ્ટીની પ્રતિકાર લડવૈયાઓ દ્વારા ૭ ઓકટોબરના રોજ હત્યા અને લૂંટના અહેવાલોના પૂર વચ્ચે, એક અફવાએ અસાધારણ પ્રમાણ લીધું હતું; જે કથિત રીતે કફર અઝા કિબુત્ઝમાં ૪૦ બાળકોના કથિત શિરચ્છેદની અફવા હતી.
તેમણે ઉમેર્યું હતું કે, ઇઝરાયેલની સરકારી પ્રેસ ઓફિસે પુષ્ટિ કરી હતી કે, ‘ત્યાં કફાર અઝામાં કે અન્ય કોઈ કિબુત્ઝમાં ક્યારેય ૪૦ શિશુઓનું શિરચ્છેદ થયું ન હતું.’ આ સ્પષ્ટા કર્યા હોવા છતાં અફવા ચાલુ છે અને ઇઝરાયેલ દ્વારા તેનું શોષણ કરવામાં આવ્યું હતું.
૭ ઓકટોબરે પ્રતિકાર લડવૈયાઓ દ્વારા ઇઝરાયેલમાં ક્રોસ બોર્ડર ઘૂસણખોરી બાદ લે મોન્ડે જણાવ્યું કે, ‘વિસ્ફોટક બૂબી ટ્રેપના જોખમને કારણે પત્રકારો માત્ર થોડા ઘરોમાં જ પ્રવેશી શક્યા હતા. તેઓએ જોયેલી માત્ર ઇઝરાયેલી લાશો બોડી બેગમાં હતી, તમામ લાશો પુખ્ત કદની હતી.’ અહેવાલ મુજબ સામાન્ય સ્ટાફે જમીન પર મૃત બાળકોનો કોઈ ઉલ્લેખ કર્યો ન હોવા છતાં પત્રકારોને ઇઝરાયેલી સૈનિકો અને પ્રાથમિક સારવાર કામદારોને પ્રશ્ન કરવાની તક મળી હતી, ‘જેના હિસાબ અસ્પષ્ટ અને અવ્યવસ્થિત હતા.’
સાઇટ પર પ્રતિસાદ આપનારાઓમાં ઢછદ્ભછના સભ્યો હતા, જે એક અલ્ટ્રા-ઓર્થોડોક્સ એનજીઓ છે જેને શરીર પુનઃ પ્રાપ્તિનું કામ સોંપવામાં આવ્યું હતું.
લે મોન્ડે અનુસાર, ‘તબીબી તાલીમનો અભાવ, કેટલાક (ZAKAસ્વયંસેવકો) પીડિતોની ઓળખ અથવા ઉંમર વિશે ગેરસમજ કરતા હતા.’
અસંખ્ય ઇઝરાયેલી મીડિયા અહેવાલો અનુસાર, ઝકા જે કિબુત્ઝ બેરીમાં પણ હાજર હતો, તેણે ઘટના પછી ખોટી માહિતી ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ એનજીઓ જે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, દાનની વિનંતી કરવા માટે દુર્ઘટનાનો ઉપયોગ કરતી હોવાનું જણાય છે. જેમ કે ફેબ્રુઆરીમાં ઇઝરાયેલી અખબાર હારેટ્‌ઝ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts