લૉકડાઉન બાદ પહેલીવાર મેદાન પર ઉતર્યો રોહિત શર્મા, શેર કર્યો અનુભવ

નવી દિલ્હી, તા.૨૬
ભારતીય ક્રિકેટ ટીમનો લિમિટેડ ઑવરનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા લોકડાઉન બાદ પહેલીવાર મેદાન પર ઉતર્યો છે. રોહિતે કોરોના વાયરસ મહામારીનાં કારણે ચાલી રહેલા લોકડાઉન બાદ પહેલીવાર આઉટડૉર ટ્રેનિંગ કરી. રોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કહ્યું કે, ‘પાર્કમાં પુનઃઆગમન કરવું સારૂં રહ્યું. કેટલીક ટ્રેનિંગ કરી, ઘણા લાંબા સમય બાદ ખુદને મહેસૂસ કર્યો. રોહિતે અંતિમવાર આંતરરાષ્ટ્રીય ક્રેકિટ મેચ ન્યૂઝીલેન્ડમાં ટી-૨૦ સિરીઝ દરમિયાન રમી હતી અને પછી હેમસ્ટ્રિંગમાં ઇજાનાં કારણ ટીમથી બહાર થયો હતો. ઑપનિંગ બેટ્‌સમેન રોહિતે હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૩ વર્ષ પૂર્ણ કર્યા છે. તેને ૨૩ જૂન, ૨૦૦૭નાં આયરલેન્ડની વિરૂદ્ધ બેલફાસ્ટમાં રમાયેલી વનડે મેચમાં પહેલીવાર પ્લેઇંગ ઇલેવનમાં શામેલ કર્યો હતો. રોહિતે કહ્યું કે, ‘મહાનત્તમ ૧૩ વર્ષ અને સફર ચાલી રહી છે. ક્યારેય નહોતું વિચાર્યું કે બોરીવલીનો આ છોકરો અહીં સુધી પહોંચશે. હું મારૂં સપનું જીવી રહ્યો છું.’ લૉકડાઉન દરમિયાન રોહિત શર્મા સોશિયલ મીડિયા પર ઘણો જ એક્ટિવ થઇ ગયો હતો. તે પોતાની ટીમ અને વિદેશનાં ખેલાડીઓની સાથે ઇન્સ્ટાગ્રામ ચેટ પર નજર આવ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks