લોકડાઉનના કારણે ટીમ ઈન્ડિયાની જર્સીમાં થઈ શકે છે ફેરફાર

(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૭
ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો છે જેના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) અને વીવો કરારનું રિવ્યુ કરવા માટે મજબૂર છે તો બીજી તરફ વધુ એક કરાર સામે ખતરો જોવા મળી રહ્યો છે. આ કરાર છે નાઈકીની. ટીમ ઈન્ડિયાની જર્સી પર નાઈકનો લોગો છે પરંતુ કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે આ લોગો ૧૪ વર્ષ બાદ જર્સીથી હટી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમ જલદીથી જર્સી પાર્ટનરને અલવિદા કહી શકે છે.
આ બંને વચ્ચે કોન્ટ્રાક્ટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને વચ્ચેનો વર્તમાન કરાર સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે જ્યારે નાઈકી ઈચ્છે છે કે, બીસીસીઆઈ કરારને આગળ વધારે કેમ કે, લોકડાઉનના કારણે ટુર્નામેન્ટો રદ થઈ છે જેના કારણે તેને નુકસાન થયું છે. આ નુકસાન કોરોના વાયરસના કારણે તેના બિઝનેસને પણ થયું છે. ઉલ્લેખનીય છે કે, નાઈકીએ ૪ વર્ષના કરાર માટે ૩૭૦ કરોડ રૂપિયા આપ્યા હતા જેમાંથી ૮૫ લાખ પ્રતિ મેચ ફી હતી અને સાથે જ ૧૨-૧૫ કરોડની રોયલ્ટી પણ સામેલ હતી. લોકડાઉન દરમિયાન ટીમ ઈન્ડિયાની ૧૨ મેચ રદ થઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks