નવી દિલ્હી,તા.૧૧
ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક સલામી બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે. તેઓ પોતાના પ્રશંસકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલ રહે છે અને ચર્ચામાં છવાયેલ રહે છે. સહેવાગનો મજાકીયા અંદાજ દર્શકોને ખુબ પસંદ પડે છે. હાલ સમગ્ર દેશમાં ૨૧ દિવસ માટે લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે સહેવાગનો એક વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં સહેવાગ તેના ત્રણ ઉસુલ અંગે વાત કરી રહ્યો છે. સહેવાગનો આ વીડિયો ખુબજ જોવાઇ રહ્યો છે. દર્શકો પોતપોતાની કમેન્ટ શેર કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર છવાયેલ આ વીડિયોમાં સહેવાગ કહે છે કે મારા ત્રણ ઉસુલ છે પહેલુ આવેદન, બીજુ નિવેદન અને પછી દે ધનાધનપ વીડિયો જોઇને તેના એક પ્રશંસકે લખ્યુ કે લાસ્ટ વાળુ બેસ્ટ છે સર! તેમના ફેન્સને દનાદન ખુબજ પસંદ છે.
મુલ્તાન કે સુલ્તાન તરીકે ઓળખાતા સહેવાગે તેના સમયમાં શાનદાર મેચ રમીને ભારત માટે યોગદાન આપ્યુ. ધનાધન સ્ટ્રોક્સથી પ્રશંસકોને ખુબજ મનોરંજન પુરૂ પાડી રહ્યા છે. હવે લોકડાઉન વચ્ચે દર્શકોનુ વિચારીને તેના વિચારો રજૂ કરી રહ્યો છે. જીવલેણ કોરાના વાયરસના કારણે સમગ્ર ભારતમાં ૨૧ દિવસ માટે જીવન થંભી ગયુ છે. હાલ તમામ લોકો પોતાના ઘરમાં કેદ થઈ ગયા છે.