વેસ્ટ બેંકમાં ઇઝરાયેલી સેનાના ગોળીબારમાં ૪ પત્રકારો ઘાયલ

(એજન્સી) તા.૪
રેડ ક્રેસન્ટ સોસાયટીએ આજે જણાવ્યું કે, કબજાવાળા વેસ્ટ બેંકના શહેર કાફ્ર દાનમાં ઇઝરાયેલી ગોળીબારમાં ચાર પેલેસ્ટીની પત્રકારો ઘાયલ થયા છે. સોસાયટીએ જણાવ્યું કે બે પત્રકારોને ડોકટરોએ સ્થળ પર સારવાર આપી હતી, જ્યારે અન્ય બેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘાયલ પત્રકારોમાંના એક, ઝરાહ ખલાફે જણાવ્યું કે તે અને અન્ય પત્રકારો જેનિનના કાફ્ર ડેનમાં એક ઘર પર ઇઝરાયેલી ઘેરાબંધીને કવર કરી રહ્યા હતા, ત્યારે તેઓ સીધા ઇઝરાયેલી ગોળી હેઠળ આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘અમે બધાએ અંગ્રેજીમાં સ્પષ્ટ રીતે પ્રેસ આઇડેન્ટિફિકેશન લેબલ ( PRESS) લખેલા જેકેટ્‌સ પહેર્યા હતા અને અમારા વાહનોમાં પણ સમાન ચિહ્ન હતું.’ સાક્ષીઓના જણાવ્યા મુજબ, ઇઝરાયેલી લશ્કરી દળોએ આજે વહેલી સવારે શહેરમાં હુમલો કર્યો અને એક ઘરને ઘેરી લીધું અને તેના રહેવાસીઓને લાઉડસ્પીકર દ્વારા આત્મસમર્પણ કરવા આહ્વાન કર્યું. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલી સૈન્ય બુલડોઝર દ્વારા ઘરને પાછળથી તોડી પાડવામાં આવ્યું હતું, જ્યારે દરોડા દરમિયાન એક બાળક અને અન્ય પેલેસ્ટીની ઘાયલ થયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks