વોર્મઅપ મેચમાં મારી આંખોની સામે જ બોમ્બ ધમાકામાં ૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા : સાદિક

નવી દિલ્હી, તા.૨૪
દરેક ક્રિકેટરનું નસીબ વિરાટ કોહલી, એમ.એસ.ધોની અને સચિન તેંડુલકર જેવું નથી હોતું. આ ખેલાડીઓને લોકોનો એટલો પ્રેમ મળ્યો છે કે આ ખેલાડીઓ ધન અને ખ્યાતિના માલિક થયા છે. પરંતુ અમુક ખેલાડીઓ એવા પણ છે જેમને લોકપ્રિયતા તો છોડો પરંતુ અમુક લોકો તેમના જીવના દુશ્મન બની જાય છે. તેમના પર આતંકી હુમલા થાય છે અને બોમ્બ ફેંકવામાં આવે છે. એવા જ એક ક્રિકેટરે બધાને હચમચાવે એવો ખુલાસો કર્યો છે. આપને જણાવી દઈએ કે આ ખેલાડીનું નામ છે કરીમ સાદિક, જેને એક વીડિયો ઈન્ટરવ્યૂમાં ક્રિકેટ છોડવાનું કારણ જણાવ્યું. મીડિયા રિપોર્ટ મુજબ સાદિકે કહ્યું કે, વર્ષ ૨૦૧૮માં અફઘાનિસ્તાનમાં રમઝાન રમી રહ્યો હતો. રિપોર્ટ પ્રમાણે સાદિકે વધુમાં કહ્યું કે,‘વોર્મઅપ મેચમાં જ્યારે હું ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે મારી આંખોની સામે જ બોમ્બ ધમાકો થયો. આંતકીઓએ મારી તરફ પણ બોમ્બ ફેંક્યો હતો. મેં જોયું લોકો ચારેકોર દોડી રહ્યા હતા. મેં ઈજાગ્રસ્ત લોકોને બચાવવાની કોશિશ કરી. પરંતુ જ્યારે હું ગેટ પાસે ગયો તો જોયું કે એક પછી એક કેટલાય ધમાકા થયા છે. પછી મેં ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવા મદદ કરી. આ ધમાકામાં મેં મારા બાળપણના મિત્રોને ગુમાવ્યા હતા તે દિવસ બાદથી મેં ક્રિકેટ રમવાનું છોડી દીધું.’ રિપોર્ટ મુજબ સાદિક એક ઓલરાઉન્ડર છે જેને અફઘાનિસ્તાન માટે ૨૨ વન ડેમાં ૨ સદીની મદદથી ૪૭૫ રન બનાવ્યા. સાથે ૩૬ ટી૨૦ મેચોમાં ૫૩૮ રનોનું યોગદાન આપ્યું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks