શું બૈરૂત બંદર વિસ્ફોટ મામલે લેબેનોનના પૂર્વ રાષ્ટ્રપતિ મિશેલ ઓન સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે ?

 

(એજન્સી) તા.૧૭
લેબેનોનના પૂર્વ રાષ્ટ્રપતિ મિશેલ ઓને બુધવારે ‘કેસેશન પબ્લિક પ્રોસિક્યુટર’ની કચેરીમાં ફરિયાદ નોંધાવી હતી. આ પગલું મંગળવારે આવેલા તે સમાચાર અહેવાલો બાદ લેવામાં આવ્યું હતું જેમાં જણાવાયું હતું કે ઓગસ્ટ ૨૦૨૦માં બૈરૂત બંદર પર થયેલા વિનાશક વિસ્ફોટ અંગે એક પ્રોસિક્યુશન મેમોરેન્ડમમાં તેમના પર આરોપ ઘડવાની માંગ કરવામાં આવી હતી.ઓનના વકીલ, વાદિહ અકલે જણાવ્યું હતું કે આ ફરિયાદ “અજાણ્યા વ્યક્તિઓ અને તપાસ દરમિયાન ઓળખાયેલી કોઈપણ વ્યક્તિ” વિરૂદ્ધ કરવામાં આવી છે. આમાં બદનક્ષી, નિંદા, બનાવટ, અપમાન, તપાસની ગુપ્તતા જાહેર કરવી અને અસત્ય ફેલાવવા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.
સમાચાર એજન્સીએ મંગળવારે એક અનામી ન્યાયિક અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે સરકારી વકીલે તપાસકર્તા ન્યાયાધીશ તારેક બિતારને ઓન સામે આરોપ મૂકવા કહ્યું હતું. આરોપ એવો હતો કે તેઓ બંદર પર રહેલા એમોનિયમ નાઈટ્રેટ અને તેના જોખમો વિશે જાણતા હતા પરંતુ જરૂરી સાવચેતીના પગલાં લેવામાં નિષ્ફળ રહ્યા હતા.જોકે, ‘અરબ ન્યૂઝ’ સાથે વાત કરનાર એક ન્યાયિક સૂત્રએ આ વાતનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે મેમોરેન્ડમમાં ઓનની જાણકારી અને કાર્યવાહી કરવામાં કથિતનિષ્ફળતાની ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ તેમના પર આરોપ મૂકવાની માંગ કરવામાં આવી ન હતી.પોતાની ફરિયાદમાં, ઓને અહેવાલિત આરોપોને “ન્યાયિક લીક્સની આડમાં ફેલાવવામાં આવેલી અફવાઓ” ગણાવી હતી. તેમણે તેને તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવાનો,વાસ્તવિક ગુનેગારોને છુપાવવાનો અને ન્યાયતંત્રની બહાર મીડિયા દ્વારા દોષિત ઠેરવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.તેમના વકીલ અકલે કહ્યું : “જ્યારે બંદર વિસ્ફોટની ઘટના બની ત્યારે ઓન પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ અને બંધારણના રક્ષક હતા. તેઓ સંપૂર્ણ સત્ય બહાર લાવવા અને જેમની જવાબદારી સાબિત થાય તેમને જવાબદાર ઠેરવવા માટે પ્રતિબદ્ધ હતા.”વિસ્ફોટના છ વર્ષથી વધુ સમય પછી, લાંબા સમયથી અટકેલી ન્યાયિક તપાસ હવે પ્રક્રિયાના આગલા તબક્કામાં પહોંચી છે. મંગળવારે, ‘કોર્ટ ઓફ કેસેશન’ના એડવોકેટ જનરલન્યાયાધીશ મોહમ્મદ સાબે બિતારને ૨૭૦ પાનાનું કાનૂની મેમોરેન્ડમ સુપરત કર્યું હતું, જેમાં તપાસ અંગે સરકારી પક્ષનું મૂલ્યાંકન રજૂ કરવામાં આવ્યું હતું. બિટારે તેનું તપાસ કાર્ય પૂર્ણ કર્યું અને ૩૦ માર્ચે ફાઇલને ફરિયાદ પક્ષને અભિપ્રાય માટે મોકલી દીધી. બ્લાસ્ટમાં બચી ગયેલા લોકો અને પીડિતોના પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી લીગલ એક્શન વર્લ્ડવાઇડ અનુસાર, આ કેસ ૭૦ પ્રતિવાદીઓ સાથે સંબંધિત છે. ફરિયાદ પક્ષનું મેમોરેન્ડમ આરોપ મૂકવાને બદલે, આરોપ લગાવવાના બિટારના નિર્ણય તરફ એક પગલું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks