શ્રીલંકાના સંરક્ષણ વડાએ મુસ્લિમોના વખાણ કર્યા, જ્યારે બૌદ્ધ લોકોને ‘‘દેશદ્રોહી’’ કહ્યાં

(એજન્સી) કોલંબો, તા.૧ર
શ્રીલંકાના મુખ્ય સંરક્ષણ મંત્રી એડમિટલ રવિન્દ્ર સી.વિજેગુનરત્મેએ મુસ્લિમ સમુદાયની પ્રશંસા કરતાં કહ્યું કે મુસ્લિમ સમુદાય કટોકટીના સમયે સૈન્યના ગુપ્તચર હતા. શ્રીલંકાના કેન્ડીમાં થયેલ મુસ્લિમ વિરોધી રમખાણોમાં મસ્જિદો અને દુકાનોને ટાર્ગેટ બનાવાયા હતા. સંરક્ષણ મંત્રીએ આ ઘટનાને વખોડી કાઢી હતી. વિજેગુનરત્નેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સિહાલીઓ દ્વારા આ મુસ્લિમ વિરોધી રમખાણો કરવામાં આવ્યા હતા. તે માત્ર હાથોથી જ નહીં પણ ચાકુ વડે કાયદાનો ભંગ કરી મુસ્લિમો પર તૂટી પડ્યા હતા અને ખાસ કરીને તેમની સંપત્તિને નુકસાન પહોંચાડ્યો હતો. આર્મીએ પોતાનું જોર લગાવી હિંસાને ઓછી કરવાનો પ્રયાસ કર્યો. તેમણે આગળ કહ્યું જ્યારે બીજી મહત્ત્વની વાત એ છે કે, મુસ્લિમો વિશે હું આગળ કહું તો હું તેમનો આભાર માનીશ કારણ કે સૈન્ય દ્વારા મળેલ ગુપ્ત માહિતી એ બધી મુસ્લિમ સમુદાય દ્વારા મળી હતી જેથી અમે આવી કટોકટી દરમિયાન પરિસ્થિતિને સંભાળી શકયા. સૈન્ય તેમનું ખૂબ જ સન્માન કરે છે. તેમણે જીવવા માટે સંઘર્ષ કર્યો. તેઓ અમારી સાથે રહ્યા. તેઓએ અમને સુરક્ષિત કર્યા. વિજેગુનરત્મએ મુસ્લિમ સમુદાય પર હુમલો કરવા બદલ બૌદ્ધ સિહાયીઓને દેશદ્રોહી કર્યા હતા. બધા લોકો જે તેઓને સિહાયીઓ માને છે અને જેઓએ મુસ્લિમ ભાઈઓને નુકસાન પહોંચાડયો છે. એમને લાગે છે કે, એ બધા દેશદ્રોહી છે. હું તેમના દેશદ્રોહને લઈ ચિંતિત છું. આશરે ૪૬પ મકાનો, મુસ્લિમોની માલિકી ધરાવતા દુકાનો અને બિઝનેસ હળો અને વાહનોને તોડી આગ ચાંપી દેવામાં આવી હતી અને આ ઘટનાને લઈ રાજ્યમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. શ્રીલંકામાં ર૧ મિલિયન લોકોમાં ૧૦ ટકા જેટલા મુસ્લિમો છે જ્યાં સિહાસીની બહુમતી સૌથી વધારે છે અને બૌદ્ધ જૂથો પણ મોટી સંખ્યામાં છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks