(એજન્સી) હોંગકોંગ, તા.૧ર
બૌદ્ધવાદ પશ્ચિમમાં શાંતિપૂર્ણ ધર્મની છબિ ધરાવે છે. પરંતુ એશિયાના કેટલાક ભાગોમાં નાના પણ પ્રભાવશાળી એવા બૌદ્ધ સાધુઓના ટોળાઓ દ્વારા થતી હિંસા આ છબીને નુકસાન પહોંચાડી રહી છે. બૌદ્ધ રાષ્ટ્રવાદીઓ દ્વારા ગત અઠવાડિયે શ્રીલંકામાં આચરવામાં આવેલ મુસ્લિમ વિરોધી હિંસામાં અત્યારસુધી ૩નાં મોત થયા છે અને ર૦૦થી વધુ મુસ્લિમોની માલિકીની ઈમારતો જમીનદોસ્ત કરવામાં આવી છે. મ્યાનમારમાં મુસ્લિમોની નાનકડી વસ્તી વિરૂદ્ધ હાથ ધરવામાં આવેલા અભિયાનના પરિણામ સ્વરૂપે ૭ લાખ રોહિંગ્યા મુસ્લિમો બાંગ્લાદેશમાં સ્થળાંતર કરવા માટે મજબૂર થયા હતા. તેના પાડોશી દેશ, બૌદ્ધ સાધુઓના વર્ચસ્વવાળા થાઈલેન્ડમાં મસ્જિદોને આગ ચાંપવામાં આવી હતી. સમાનતા, સહિષ્ણુતા અને અહિંસામાં માનનારા ધર્મના શ્રદ્ધાળુઓના આવા વિરોધાભાસી વર્તનનું કારણ શું હોઈ શકે ? ધાર્મિક વિશ્લેષક મિશેલ જેરિસને પોતાના પુસ્તકમાં આ અંગે વાત કરતાં લખ્યું છે કે ઈતિહાસમાં અન્ય તમામ ધર્મોની જેમ બૌદ્ધોએ પણ હિંસાને યોગ્ય સાબિત કરવા પોતાના ધર્મનો ઉપયોગ કર્યો છે. શ્રીલંકા, મ્યાનમાર કે થાઈલેન્ડ તમામ સ્થળોએ એક પ્રચલિત માન્યતા છે કે, બૌદ્વવાદ જોખમમાં છે. દરેક વિસ્તારનો પોતાનો ઈતિહાસ છે. એશિયામાં છેલ્લા કેટલાક સમયથી આ ઉગ્રવાદનો ભોગ મુસ્લિમો બની રહ્યા છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનમાં બુદ્ધની પ્રતિમાને તોડી પડાયા બાદ, “ઈસ્લામ ફોબિયા”નો ઉદ્ભવ થયો છે. આ ઉપખંડમાં ર૬ વર્ષ લાંબા ચાલેલા નાગરિક યુદ્ધ દરમિયાન ર૦૦૯માં તામિલ હિન્દુઓની હાર પછી મુસ્લિમોની નિશાન બનાવવામાં આવી રહ્યા છે.