(એજન્સી) કોલંબો, તા.૧ર
શ્રીલંકામાં મુસ્લિમ વિરોધી રમખાણો ફરીવાર સામે આવ્યા છે. પુટ્ટાલામ જિલ્લા ખાતે અનામાડુઆ શહેરમાં બૌદ્ધ ટોળાં દ્વારા મુસ્લિમ માલિકીના રેસ્ટોરેન્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પહેલાં શ્રીલંકન રાષ્ટ્રપતિએ કેન્ડી જિલ્લામાં થયેલ મુસ્લિમ વિરોધી રમખાણોમાં આરોપીઓને પકડવાના આદેશ આપ્યા હતા.
પુટ્ટાલામ જિલ્લા ખાતે રેસ્ટોરેન્ટ પર હુમલો વહેલી સવારે કરવામાં આવ્યો. પુટ્ટાલામ જિલ્લો એ કેન્ડીથી ૧૩૦ કિમી દૂર આવેલો છે. જ્યાં કેન્ડી જિલ્લામાં મુસ્લિમોના બિઝનેસો, મસ્જિદો અને ઘરોમાં તોડફોડ કરાઈ હતી. જેમાં બે જણાંના મોત થયા હતા. બૌદ્ધ લિહાવી સમુદાય દ્વારા એક વ્યક્તિની હત્યા બાદ શ્રીલંકામાં કટોકટીની સ્થિતી છે. જ્યાં કોમી રમખાણો ફાટી નીકળ્યા છે. મંગળવારે રાજ્યમાં કટોકટી જાહેર થયા બાદ મુસ્લિમો પર હુમલાનું પ્રમાણ ઓછું થયું નથી. આરોપીઓને પકડવા શ્રીલંકન સરકાર દ્વારા પોલીસ અને મિલેટ્રીના ત્રણ મેમ્બરોને નિયુક્ત કરવામાં આવ્યા છે. જે રમખાણના આરોપીઓની તપાસ કરશે. મીડિયા રિપોર્ટ મુજબ કેન્ડી રમખાણોમાં સંડોવાયેલા આશરે ૧૪૬ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ૧૩પ શંકાસ્પદ વ્યક્તિ હિંસા માટે અને ૧૧ જણાં કર્ફ્યુ દરમિયાન હિંસા ફેલાવવા માટે ધરપકડ કરવામાં આવી છે. કોલંબોમાં ટેલિગ્રાફની રિપોર્ટ મુજબ સવારે ચાર વાગે મુસ્લિમ રેસ્ટોરેન્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો.