યુપીમાં આવેલા સંભલ શહેરના હાતિમ સરાઇ વિસ્તારમાં વેસી મુસ્લિમોના ઘરો પર બુલડોઝર ફેરવી દેવાની તૈયારીઓ થઈ રહી છે ત્યાં એક મહિલાના દાવાને કારણે આખી પરિસ્થિતિ બદલાઈ
(એજન્સી) લખનૌ, તા.૧૪
ઉત્તર પ્રદેશમાં સંભલ શહેર ફરી એક વખત વિવાદના કેન્દ્રમાં છે કેમ કે સ્થાનિક પ્રશાસન અને જિલ્લા તંત્ર દ્વારા શહેરના હાતિમ સરાઇ વિસ્તારમાં મુસ્લિમોના ૮૦ જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને તંત્રનો એવો આક્ષેપ છે કે તળાવ માટે આપવામાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર આ મકાનો બાંધવામાં આવ્યા હતા. પરંતુ સમગ્ર ઘટનાક્રમમાં વળાંક આવ્યો અને એક મહિલા તેની જમીનની માલિકીના દસ્તાવેજો જે કાયદેસરના છે એ લઈને આગળ આવી છે અને વહીવટી તંત્રના દાવાને પડકાર ફેંક્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ છઠ્ઠી ઓક્ટોબરના રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારના ૮૦ મકાનો ગેરકાયદે હોવાનું જાહેર કરી દેવાયું હતું અને રહેવાસીઓને ૧૫ દિવસમાં જવાબ આપવાની નોટિસો આપવામાં આવી હતી અને બે જ દિવસ પછી તો અધિકારીઓએ મકાનો પર લાલ ચોકડીના નિશાન કરી દીધા હતા અને તેનો એ સંકેત છે કે હવે ગમે ત્યારે બુલડોઝર ફરી જશે. વહીવટી તંત્ર દ્વારા ૧૫ દિવસની નોટિસ પછી બે જ દિવસમાં આવી ઉતાવળ કરવામાં આવતા મુસ્લિમ રહેવાસીઓમાં ગભરાટની લાગણી પ્રસરી ગઈ હતી અને તમારા ઘણા દાવો છે કે અમે કાયદેસર રીતે જમીન ખરીદી છે અને વેચાણ દસ્તાવેજ કરીને અને ખરીદીના દસ્તાવેજ કરીને યોગ્ય અને કાનૂની દસ્તાવેજો સાથે મકાન પણ બાંધ્યા છે અને અમે વીજળીના બિલ પણ ચૂકવ્યા છે અને ઘરવેરો પણ આપ્યો છે. નસીમ અને અબ્દુલ કાદિર તથા ઇબ્રાહીમ જેવા રહેવાસીઓ કહે છે કે અમારા જીવનની લોહી પરસેવાની કમાણીમથી અમે મકાનો બનાવ્યા. વીજળી અને પાણીના કનેક્શન અમને અપાયા છે અને અમે નિયમિત ઘરવેરો ભર્યો છે અને વીજળીના બિલ પણ ચૂકવ્યા છે છતાં અમારા મકાનોને તોડી પાડવા માટે લાલ નિશાન કરી ગયા છે. અહીં આવેલી મસ્જિદ જે વકફની મિલકત છે તેને પણ નિશાન બનાવવામાં આવી છે. હકીકતે આ ખાનગી જગ્યા છે. અહીં નળના અને વીજળીના કનેક્શન અપાયેલા છે અને રસ્તા બનાવવામાં આવ્યા છે અને વેરાગ પણ લોકો ભરી રહ્યા છે. ચોમાસામાં પાણી ભરાય છે એટલે હવે તંત્રને બહાનું મળી ગયું છે કે અહીં તળાવ બનાવવાનું છે. લોકો પાસે કાયદેસરના દસ્તાવેજો છે અને જમીન ખરીદી અને વેચાણના દસ્તાવેજો છે નકશા છે એવો સવાલ કરવામાં આવ્યો છે તો સંભલના તહેસીલદાર ધીરેન્દ્રસિંહ કોઈ જવાબ આપી શક્યા નથી અને કોઈ પ્રતિભાવ આપતા નથી અને એટલું કહી દે છે કે સિનિયર અધિકારીઓને પૂછો. આ વિવાદ વચ્ચે એક નવો જ વળાંક આખા મામલામાં આવી ગયો છે જ્યારે શહેરના હયાત નગર વિસ્તારના સરાઈ તરીનમાં રહેતી પૂર્વી વરસાણી નામની એક મહિલાએ આગળ આવીને જે જમીન વિવાદગ્રસ્ત બતાવવામાં આવી રહી છે તેની માલિકીનો પોતે દાવો કર્યો છે અને તેમણે દસ્તાવેજો પણ બતાવ્યા છે અને દાવો કર્યો છે કે આ જમીનની માલિકી મારી દાદીમાં રામ સુનીતી દેવીની છે. આ જમીનના પ્લોટ કાયદેસર રીતે અહીં રહેનારા લોકોને વેચવામાં આવ્યા હતા. મારી દાદી પહેલા એમના માતૃશ્રી ગાયત્રી દેવી આ જગ્યા ન માલિક હતા એટલે આ જગ્યા મારી દાદીમાની માલિકીની જગ્યા છે ખાનગી જગ્યા છે અને કુલ આઠ વીઘા જગ્યા છે. અહીં જે લોકોએ પ્લોટની ખરીદી કરી છે એ કાયદેસર કરી છે અને વેચાણ દસ્તાવેજો થયા છે તથા રજિસ્ટ્રેશન પણ થયું છે એટલે એ લોકોએ ડરવાની કોઈ જરૂર નથી. મહિલા કહે છે કે આ જગ્યા ખેતીની જગ્યા પહેલા હતી અને અહીં તળાવની કોઈ સત્તાવાર યોજના થઈ નથી. અહીં વારંવાર ચોમાસામાં પાણી ભરાતું હોવાથી લોકો આજુબાજુથી આવીને પાણી લઈ જતા હતા એટલે વહીવટી તંત્ર તેને તળાવ સમજવા લાગ્યું. પૂર્વી વરસાણીએ પોતાની માલિકીની જગ્યાના પ્લોટના રેવન્યુ નંબર પણ આપ્યા છે અને કહ્યું છે કે આ જગ્યાની કદી પણ રેવન્યુ રેકર્ડમાં સરકારી જગ્યા તરીકે નોંધણી થયેલી જ નથી. વહીવટી તંત્ર રેકર્ડની તપાસણી કરતું નથી. આ જગ્યા ખાનગી માલિકીની છે અને તેના પુરા દસ્તાવેજો મોજુદ છે. પૂર્વીએ આટલા પુરાવા અને દસ્તાવેજો રજૂ કર્યા છતાં જિલ્લા વહીવટી તંત્ર તો ડિમોલિશન કરવા માટે તલપાપડ જ બન્યું છે અને કોઈપણ ભોગે મકાનો તોડી પાડવા માંગે છે. તેહસીલદાર પણ મહિલાના ઉઠાવેલા મુદ્દાઓનો જવાબ આપી શક્યા નથી એટલે ડિમોલિશનમાં તંત્ર આગળ વધવાનું હોવાથી લોકોમાં ભારે રોષ અને આક્રોશની લાગણી પેદા થઈ છે અને લોકો કહી રહ્યા છે કે મુસ્લિમ પરિવારોને કાયદાના બહાના હેઠળ બેઘર કરી દેવાની આ જાણી જોઈને થઈ રહેલી કોશિશ છે. માનવ અધિકાર અને સામાજિક સંગઠનો એ તાત્કાલિક ડિમોલિશન અને બુલડોઝર એક્શન રોકી દેવા માટે પાઘડી કરી છે અને જગ્યાની માલિકી અંગે પારદર્શક અને ઊંડી તપાસ કરવાની માગણી કરી છે.