સઉદીએ વિદેશ મંત્રાલયના પ્રથમ મહિલા મહાનિર્દેશક અહલમ બિન અબ્દુલ રહેમાનને બનાવ્યા

 

(એજન્સી) તા.ર૯
સઉદી અરબે અહલમ બિન અબ્દુલ રહમાનને વિદેશ મંત્રાલયના સાંસ્કૃતિક મહિલાઓના વિભાગની પ્રથમ મહિલા મહાનિર્દેશક તરીકે નિમણૂક કર્યા છે.
મંત્રાલય મુજબ અહલમે લંડન યુનિવર્સિટીથી આંતરરાષ્ટ્રીય વેપાર પ્રશાસનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. આ પહેલા તેમણે રાજનૈતિક અને આર્થિક મામલાઓના મંત્રાલયના કાર્યાલય દળની સભ્ય તરીકે કામ કર્યું હતું. તેમણે લંડનમાં સઉદી વાણિજ્યવાસમાં આર્થિક અને સાંસ્કૃતિક વિભાગના પ્રમુખ તરીકે પણ કામ કર્યું હતું. વિદેશ મંત્રાલયના ઉત્તર અમેરિકા વિભાગમાં તે આર્થિક અને સાંસ્કૃતિક વિભાગના પ્રભારી છે. રાજકુમારી રીમા બિન્ત બાંદરને ફેબ્રુઆરી ર૦૧૯માં અમેરિકામાં પ્રથમ મહિલા સઉદી રાજદ્વારી તરીકે નિમણૂક કર્યા હતા. મોહમ્મદ બિન સલમાન દ્વારા જૂન ર૦૧૭માં ક્રાઉન પ્રિન્સને પદોન્નત કર્યા પછીથી તેમાં સઉદી અરબમાં મહિલાઓનું સશક્તિકરણ સામેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks