સઉદીમાં દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકોપર યમનના મિસાઈલ હુમલાથી ખળભળાટ

યમનના હૌથી વિદ્રોહીઓએ સઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોનથી મોટો હુમલો કર્યો છે, આ હુમલામાં દુનિયાની સૌથી મોટી ઓઈલ કંપની ‘સઉદી અરામકો’ના જીઝાન અને યાનબુ સ્થિત પ્લાન્ટ્‌સને નિશાન બનાવવામાં આવ્યા હતા, હુમલા બાદ ક્રૂડ ઓઈલના ભાવ વધવાની ભીતિ છે, હૌથી જૂથે વધુ હુમલાની ચીમકી ઉચ્ચારી છે

(એજન્સી) તા.૨૫
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે વધુ વકર્યો છે. યમનના હુથી વિદ્રોહી જૂથ દ્વારા સાઉદી અરેબિયાના વિવિધ મહત્ત્વપૂર્ણ વિસ્તારોને લક્ષ્ય બનાવીને એક મોટો મિસાઈલ અને ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં દુનિયાની સૌથી મોટી ઓઈલ પ્રોડ્યુસિંગ કંપની ‘સઉદી અરામકો’ (Saudi Aramco)ના મુખ્ય ઓઇલ પ્લાન્ટ અને રિફાઇનરીઓને નિશાન બનાવવામાં આવી છે, જેના કારણે સમગ્ર સઉદી અરેબિયામાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.મળતી માહિતી મુજબ, યમન સરહદ નજીક આવેલા જીઝાન (Jizan) અને રેડ સીના કિનારે આવેલા ઔદ્યોગિક શહેર યાનબુ (Yanbu)માં આવેલા અરામકોના ઠેકાણાઓ પર એકસાથે અનેકબેલિસ્ટિકમિસાઈલોઅનેવિસ્ફોટકડ્રોનદ્વારાપ્રહારકરવામાંઆવ્યાહતા.આહુમલાબાદસંબંધિતવિસ્તારોમાંમોટાવિસ્ફોટોનાઅવાજો સંભળાયા હતાઅનેસુરક્ષાએજન્સીઓ તુરંતજ એલર્ટ મોડ પર આવી ગઈ હતી.સઉદીએર ડિફેન્સ સિસ્ટમે આમાંથી કેટલીક મિસાઈલો અને ડ્રોનનેહવામાં જ નિષ્ક્રિય કરવાનો દાવો કર્યો છે, પરંતુ તેમ છતાં અરામકોના અમુક પ્લાન્ટ્‌સ નજીક ભારે નુકસાન થયું હોવાનીઆશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિશ્વના ઓઇલ પુરવઠામાં સાઉદી અરામકોનું મહત્ત્વ અતિશય છે, તેથી આ હુમલા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થવાની અને સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ગંભીર ચિંતા ઊભી થઈ છે. યમનના હૌથી જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારતા જણાવ્યું છે કે સઉદી અરેબિયા દ્વારા યમન પર કરવામાં આવતી લશ્કરી કાર્યવાહીના જવાબરૂપે આ હુમલો કરવામાં આવ્યો છે. જો સઉદી અરેબિયા પોતાના આક્રમક વલણને નહીં રોકે, તો આગામી દિવસોમાં આનાથી પણ વધુ વિનાશક હુમલા કરવામાં આવશે તેવી ચીમકી પણ વિદ્રોહીઓ દ્વારા આપવામાં આવી છે. બીજી તરફ, સઉદી અરેબિયા અને તેના સહયોગી દેશો આ હુમલાને નાગરિક સંસાધનો અને વૈશ્વિક ઊર્જા સુરક્ષા પરનો મોટો હુમલો ગણાવીને આકરા પ્રતિક્રિયાત્મક પગલાં લેવાની તૈયારી કરી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts