સઉદી અરબે અમેરિકાને પોતાના ક્ષેત્રનો ઉપયોગ કરીને હૌથીસ પર હુમલા કરવાથી રોક્યું : અમેરિકન અધિકારી

(એજન્સી) તા.૨૫
સઉદી અરેબિયાએ યમનમાં હૌથીઓ પર હુમલો કરવા માટે અમેરિકન દળો દ્વારા તેની જમીન અને એરસ્પેસનો ઉપયોગ મર્યાદિત કરવાના પગલાં લીધાં છે એમ એક અમેરિકન સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે આમાંના કેટલાક પગલાંઓમાં “અમેરિકન યુદ્ધ વિમાનોને ફક્ત રાજ્યના લશ્કરી એરપોર્ટ પર જ ઇંધણ ભરવાની મંજૂરી આપવી” અને “અમેરિકનોને સઉદી અરેબિયા સ્થિત તેમની મિસાઇલ સંરક્ષણ સિસ્ટમોનો હૌથીઓ સામે ઉપયોગ કરતા અટકાવવાનો સમાવેશ થાય છે.” સઉદી અરેબિયાએ આ ટિપ્પણી પર કોઈ ટિપ્પણી કરી નથી. જો કે લાલ દરિયામાં તણાવ વધતા રિયાધે હૌથીઓ સામે અમેરિકાની આગેવાની હેઠળના ગઠબંધનમાં જોડાવાનો ઇન્કાર કર્યો છે. વધુમાં એક અમેરિકન સંરક્ષણ અધિકારીએ જાહેરાત કરી કે વોશિંગ્ટને સોકોત્રામાં તેના મિસાઇલ સંરક્ષણને મજબૂત બનાવ્યું છે આ પ્રદેશમાં હૌથીઓ દ્વારા અમેરિકન બેઝ પર હુમલો કરવાની અપેક્ષામાં. ઇઝરાયેલી, અમેરિકન અને બ્રિટિશ જહાજો પર હૌથીઓના હુમલાના ચાલુ રાખવાની સાથે સમાંતર “આ પગલાંનો ઉદ્દેશ્ય લાંબા અંતરની મિસાઇલોને અટકાવવાનો છે જે હૌથીઓ દ્વારા શરૂ કરી શકાય છે.” નવેમ્બરમાં યમનના હૌથીઓએ ઘેરાયેલા ગાઝા પટ્ટી પરના યુદ્ધના જવાબમાં ઇઝરાયેલના જહાજો પર હુમલો કરવાનું શરૂ કર્યું. જાન્યુઆરીમાં અમેરિકા અને બ્રિટને યમનમાં હૌથી સ્થાનો પર હુમલાઓ શરૂ કર્યા પછી લાલ દરિયામાં તણાવ વધ્યો છે જે સમુહને લક્ષ્યોમાં અમેરિકન અને બ્રિટિશ જહાજોનો સમાવેશ કરવા તરફ દોરી ગયો હતો. સઉદી અને હૌથીઓ ૨૦૨૩ સુધીમાં તેમની વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવા માટે મંત્રણા કરી રહ્યા હતા જે ૨૦૧૫માં શરૂ થઈ હતી. ઘણાને ભય છે કે સમુહ વિરૂદ્ધ અમેરિકન અભિયાનમાં સઉદીની સંડોવણી જૂના ઘાને છતા કરી શકે છે અને યુદ્ધને ફરીથી ઉત્તેજિત કરી શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts