સઉદી અરેબિયાએ તેની પ્રથમ મહિલા ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કર્યો

 

(એજન્સી) તા.૧૯
દેશમાં મહિલાઓને રમત રમવા માટે પ્રોત્સાહિત કરવાના પ્રયાસમાં સઉદી અરેબિયાએ મંગળવારે તેની પ્રથમ મહિલા ફૂટબોલ પ્રતિયોગીતાનો પ્રારંભ કર્યો. આ ટુર્નામેન્ટમાં જિદ્દાહ, રિયાધ અને દમ્મામની ર૪ ટીમો ચેમ્પિયનશીપ કપ અને ૧,૩૩,૦૦૦ ડોલરના રોકડ ઈનામ જીતવા માટે ભાગ લઈ રહ્યો છે. સઉદી ફૂટબોલ કોચ અને રમતોના પ્રવકતાએ જણાવ્યું હતું કે ભાવિ પ્રતિયોગીતામાં વધુ મહિલાઓ ભાગ લેશે તેવી સંભાવના છે. જો કે આ ટુર્નામેન્ટ માર્ચ મહિનાની શરૂઆતમાં ચાલુ થવાની હતી, પણ કોરોના વાયરસ મહામારીના કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. દમ્મામની ટીમના જનરલ મેનેજર અને મુખ્ય કોચ, મેરેમ-અલ-બૂતૈરીએ કહ્યું હતું કે આ વિલંબથી તેમને ખરેખર ટુર્નામેન્ટ માટે તૈયારી કરવામાં મદદ મળી હતી. રિયાધની રહેવાસી, ૧૬ વર્ષીય કિશોરી, નજલા અહેમદે કહ્યું હતું કે તે વર્ષ ર૦ર૧માં સ્થાનિક ટીમમાંથી રમશે. બીજી એક છોકરી અલ-શમ્મારીએ કહ્યું કે તે આશા રાખે છે મહિલાઓ માટે વધુ રમતો શરૂ કરવામાં આવશે. જાન્યુઆરી ર૦૧૮માં સઉદી સલ્તનતે મહિલા ફૂટબોલના સમર્થનમાં એક સ્ટેડિયમ ખોલ્યું હતું અને એવી અપેક્ષા છે કે સલ્તનત, મહિલાઓને અન્ય રમતોમાં ભાગ લેવાની મંજૂરી પણ આપશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks