સમજૌતા કાંડ : હિન્દુત્વનું નવું કાયદાશાસ્ત્ર

ન્યાયમાં આડખીલી -વિકાસ નારાયણ રાવ

મનોમંથન

SIT ર૦૦૭ અને ર૦૦૮ સુધી સ્વતંત્ર રૂપથી સક્રિય તપાસ કરી. એ પછી, આ જઘન્ય ગુનાના આંતરરાજ્ય વિસ્તારના લીધે, સીબીઆઈએ અન્ય આતંકી બાબતોની સાથે એનું પણ મોનિટરિંગ શરૂ કર્યું. જુલાઈ ર૦૧૦માં કેસ આતંકી બાબતોની તપાસ માટે બનેલ વિશેષ કેન્દ્રીય એજન્સી NIA ને આપવામાં આવી.NIA એ ર૦૧ર સુધી હિન્દુત્વવાદી આતંકવાદીઓની ધરપકડ કરી લીધી હતી અને બાદમાં એમની વિરૂદ્ધ આરોપપત્ર દાખલ કરવાનો સિલસિલો શરૂ થયો.

શબે કદ્રનો મહિમા

‘અમે આ (કુર્આન)ને કદ્ર (પ્રતિષ્ઠા)ની રાત્રિમાં ઊતાર્યું છે અને તમે જાણો એ કદ્ર (પ્રતિષ્ઠા)ની રાત્રિ શું છે ? કદ્રની રાત્રિ હજાર માસ કરતાં વધુ બહેતર છે. ફરિશ્તાઓ અને રૂહ તેમાં પોતાના રબની મંજૂરીથી દરેક આદેશ લઈને ઉતરે છે. તે રાત્રિ સંપૂર્ણપણે સલામતી છે. પરોઢનાં ઉદય સુધી.’ (કુર્આન -૯૭ : ૧-પ)
ઉપરોક્ત આયાતમાં અલ્લાહે ફરમાવ્યું છે કે અમે આમને ઉતાર્યા છે, અર્થાત આ મોહમ્મદ (સ.અ.વ.)નું પોતાનું લખાણ નથી પણ તેમને ઉતારવાવાળા અમે છીએ. આ પછી કહેવામાં આવ્યું કે એમનું ઉતરાણ અમારી તરફથી ‘શબે ક્દ્ર’માં થયું છે. શબે કદ્ર (પ્રતિષ્ઠાવાળી રાત્રિ)ના બે અર્થ થાય છે. એ એ કે આ તે રાત્રિ છે જેમાં તકદીરો (ભાગ્ય)નો નિર્ણય કરી દેવામાં આવે છે. બીજા શબ્દોમાં આ બીજી સામાન્ય રાત્રીઓ જેમ નથી પણ આ નસીબોને બનાવવા અને બગાડવા માટેની રાત્રી છે. આામાં એક ગ્રંથ ઉતરાણ ફક્ત એક એવું કાર્ય છે જે ફક્ત આરબના કુરૈશ (હઝરત મોંહમ્મદ (સ.અ.વ.)નો કબીલો) નહીં પણ દુનિયાનું ભાગ્ય બદલી નાંખશે. બીજો અર્થ એ છે કે મહાન દરજ્જા, સન્માન, પ્રતિષ્ઠા તથા ઈજ્જતવાળી રાત્રિ છે અને આગળ સ્પષ્ટતા કરવામાં આવી છે કે હજારો મહિનાઓથી વધુ સારી છે. આના દ્વારા કુર્આનને ન માનનારાઓને ચેતવણી આપવામાં આવી છે કે તમે તમારી મુર્ખતામાં મોહમ્મદ (સ.અ.વ.) દ્વારા રજૂ કરેલ આ ગ્રંથને પોતાના માટે એક મુસીબત સમજી રહ્યા છો અને વિચતારી રહ્યા છો કે આ કઈ બલા અમારી ઉપર આવી છે. હકીકતમાં તો જે રાત્રી આ ગ્રંથના ઉતરાણ માટે નક્કી કરવામાં આવી, તે એવી ભલાઈ અને બરકતની રાત્રિ હતી કે ક્યારેય પણ માનવ ઇતિહાસના હજારો મહિનાઓમાં પણ માણસની ભલાઈ માટે એ કાર્ય થયું ન હતું જે આ રાત્રિમાં પૂરું કરવામાં આવ્યું. કુર્આનથી નક્કી થાય છે કે રમઝાનની અંતિમ દસ રાત્રિઓમાંની એકી રાત્રિમાં (ર૧,ર૩,રપ,ર૭,ર૯) પૈકી એક રાત્રી શબે કદ્ર છે આ રાત્રિમાં ફરિશ્તાઓ અને જીબ્રાઈલ પોતાના રબની આજ્ઞાથી દરેક હુકમ લઈ ઉતરે છે અને તે સાંજ સવાર સુધી સદંતર સલામતી અને સુરક્ષાની રાત્રિ હોય છે. આમાં બુરાઈની કોઈ દખલ હોતી નથી, કારણ કે અલ્લાહના નિર્ણય છેવટે તો ભલાઈ માટે હોય છે.
(રજૂ.ઃ જમાઅતે ઈસ્લામી હિન્દ- ગુજરાત)

કાયદાના સામાન્ય રૂટિનમાં લાગેલી પોલીસને લઈને આતંકવાદીઓ અને હિન્દુત્વવાદીઓના વિચારમાં બહુ તફાવત જોવા મળતો નથી. એક આતંકી, એનો રસ્તો કાપનારા પોલીસકર્મીઓને ભૌતિક રૂપથી નિશાન બનાવશે, જ્યારે હિન્દુત્વવાદી એમની પ્રતિષ્ઠાની રાજકીય રૂપથી કલંકિત કરશે. બન્ને માટે પોતાનો હેતુ હલ કરવાના ઝનૂનમાં તે એક અનિવાર્ય રણનીતિ જેવું છે. દેશમાં, ર૦૦૬-૦૭માં મુસ્લિમ વિસ્તારોને લક્ષ્ય બનાવીને આતંકી હુમલામાં સંઘ અને અન્ય હિન્દુ સંગઠનો સાથે જોડાયેલ આરોપીઓને લઈને એ જ રણનીતિ અપનાવે છે. એમને અદાલતો દ્વારા મુક્ત કરાવવાની ફિરાકમાં મોદી સરકારે તપાસ એજન્સીઓ અને તપાસકર્તાઓને શંકાના ઘેરામાં લાવવાની ચળવળ ચલાવી રહી છે. આ ક્રમમાં વર્તમાન એનઆઈએ પ્રમુખ શરદકુમારને અનુકૂળ સેવા આપતા રહેવા માટે એક વર્ષનો કાર્યકાળ વધારી દીધો છે.
પાણીપતની નજીક ફેબ્રુઆરી ર૦૦૭માં સમજૌતા એક્સપ્રેસ ટ્રેનને નિશાન બનાવીને કરેલા આતંકીકાંડમાં બે કોચ સંપૂર્ણરીતે બળી ગયા હતા અને પાકિસ્તાન જઈ રહેલ યાત્રીઓમાંથી ૬૮ લોકોનાં જીવ ગયા હતા. થોડા જ દિવસોમાં પાકિસ્તાનના વિદેશમંત્રી કસૂરી દ્વિપક્ષીય મંત્રણા માટે દિલ્હી આવનાર હતા અને એવામાં આશંકા સ્વાભાવિક હતી કે કોઈને કોઈ જેહાદી આતંકી જૂથ વાતચીતના પાટા પર ઉતારવા ઈચ્છે છે.
પાકિસ્તાનની કુખ્યાત આઈએસઆઈની પોતાની સરકારથી સ્વતંત્ર દખલગીરી, લશ્કરે તોયબા જેવા સંસાધનવાળા આતંકી સંગઠનની ભારતમાં ઘૂસણખોરી અને બદનામ સિમીની દેશમાં વ્યાપક ગતિવિધિઓના સમયના લીધે, શંકાની સોય એમની તરફ જ ઘૂમી હતી. એવામાં આ તપાસકર્તાઓ માટે અવિશ્વસનીય જેવું રહ્યું જ્યારે સંસ્થાનમાં આ કાતિલ હુમલાના તાર અસીમાનંદના નેતૃત્વમાં હિન્દુત્વવાદીઓ સાથે જોડાતા ગયા.
કાંડની રાત, થોડાક કલાકોમાં હું દીવાના રેલવે સ્ટેશનની પાસે ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. તરત જ તપાસકર્તા માટે મારા નેતૃત્વમાં એક એસઆઈટીની રચના કરવામાં આવી. ખાસ કરીને એ કહેવાતું હતું કે, એસઆઈટીએ ર૦૦૭ અને ર૦૦૮ સુધી સ્વતંત્ર રૂપથી સક્રિય તપાસ કરી. એ પછી, આ જઘન્ય ગુનાના આંતરરાજ્ય વિસ્તારના લીધે, સીબીઆઈએ અન્ય આતંકી બાબતોની સાથે એનું પણ મોનિટરિંગ શરૂ કર્યું. જુલાઈ ર૦૧૦માં કેસ આતંકી બાબતોની તપાસ માટે બનેલ વિશેષ કેન્દ્રીય એજન્સી એનઆઈએને આપવામાં આવી. એનઆઈએએ ર૦૧ર સુધી હિન્દુત્વવાદી આતંકવાદીઓની ધરપકડ કરી લીધી હતી અને બાદમાં એમની વિરૂદ્ધ આરોપપત્ર દાખલ કરવાનો સિલસિલો શરૂ થયો.
આ ઘટનાક્રમના પ્રકાશમાં આજે એનઆઈએની કાર્યપદ્ધતિથી એવું લાગે છે કે હિન્દુત્વના દબાણમાં દેશમાં એક નવું કાયદાશાસ્ત્ર લખવામાં આવી રહ્યું છે. માસ્ટરમાઈન્ડ અસીમાનંદને બચાવવાને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું દબાણ કેન્દ્રીય સરકાર અને તપાસ એજન્સી પર સ્પષ્ટ નજર આવે છે. સાક્ષીઓ અદાલતમાં ફરી જાય છે, ફરિયાદી પણ દબાણ બનાવવામાં આવી રહ્યું છે કે ફરિવાદીને નબળો કરો અને સૌથી વધારે સ્વયં એનઆઈએનની મિલીભગતથી અદાલતને ભ્રમિત કરનારા તથાકથિત ‘દસ્તાવેજ’ આતંકીઓને બચાવવામાં ઉતરેલું લાગે છે. યુએન અને અમેરિકાના સંદર્ભથી એવા એવા કાગળોનો હવાલો આપવામાં આવી રહ્યો છે, જે અસીમાનંદ જૂથની સંલિપ્તતાને ખારિજ કરે છે. આ બધું સરકાર અને એનઆઈએ સ્તરની મિલીભગત વગર અશક્ય છે.
તપાસની અત્યાર સુધીની કલમની વિરૂદ્ધ ભાજપા/ આરએસએસનું માનવું છે કે કોઈ હિન્દુ, આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થઈ શકતા નથી. હાલમાં એક ટીવી શોમાં ભાજપના પ્રવક્તાના મુખેથી મને એમની નવી પાર્ટી લાઈન સાંભળવા મળી કે હિન્દુ આતંકી જૂથની વાત કહેવાની હિંમત કરનારા પોલીસ અધિકારી, દાઉદ ઈબ્રાહિમના પેરોલ પર થાય છે. આ તર્કને આગળ વધારીએ તો આ પાર્ટી પ્રવક્તાઓથી પૂછવું પડશે કે ભારતમાં કાનૂનનું શાસન છે કે દાઉદનું ? શું મારા જેવા સમજૌતા કાંડના તપાસકર્તાઓનું પેન્શન દાઉદના દયા પર ચાલી રહ્યું છે અને મુંબઈ આતંકી હુમલાઓમાં શહીદ થયેલ પોલીસ અધિકારી હેમંત કરકરે, જેમણે ર૦૦૮ના માલેગાંવ વિસ્ફોટથી હિન્દુ જૂથોના તાર જડ્યા, ને પણ વેતન દાઉદની કૃપાથી મળતા હતા ?
આમાં ઉપસ્થિત આરએસએસ પ્રવક્તાએ પણ એક અન્ય ટીવી ચેનલનું સમર્થન કર્યું, જેણે હાલમાં સમજૌતા તપાસના નિષ્કર્ષો પર મારી સાથેની મુલાકાતને એકદમ વિપરિત સિમીનો હાથ હોવાની મનઘડત વાર્તા પ્રસારિત કરી. એ ચેનલની સ્ક્રિપ્ટનો સાર હતો. હરિયાણા એસઆઈટીએ સમજૌતા બાબતમાં યોગ્ય દિશામાં તપાસ કરી સિમીને ગુનેગાર ઠરાવવાનું હતું પરંતુ તત્કાલીન યુપીએ સરકારે તપાસકાર્ય એનઆઈએના હવાલે કરી હિન્દુઓને જૂઠાણામાં ફસાવી દીધા. ચેનલની આ ફરેબી વાર્તા મારા સાક્ષાત્કારથી ધરાશાયી થઈ ગઈ, પરંતુ એ શોમાં સામેલ જ કરવામાં ન આવ્યું. એકંદરે થોડા સમય સુધી તપાસ સાથે જોડાયેલ રહેલ એક એસઆઈટી સભ્યના મુખેથી ત્રણ અલગ અલગ સવાલોના જવાબમાં નીકળેલ ‘સિમી અને અન્ય ગ્રુપ,’ ઈન્દોર, યોગ્ય રસ્તા પર હતા’ને જોડીને પોતાના મનગમતા નિર્ણયો સંભળાવી દીધા કે હરિયાણા એસઆઈટીએ ઈન્દોરમાં સક્રિય સિમીને સમજૌતા કાંડ માટે જવાબદાર ગણાવ્યા હતા.
આવો આ પગલાંને જોઈએ જેમાં પસાર થઈને તપાસ દરમ્યાન સમજૌતા કાંડમાં હિન્દુત્વવાદીઓની ભૂમિકા નક્કી થઈ શકી. આ પગલું ક્રમશઃ હરિયાણા એસઆઈટી, મહારાષ્ટ્ર એટીએસ, સીબીઆઈ અને એનઆઈએના ર૦૦૭થી ર૦૧રની વચ્ચે નક્કી કર્યું. હરિયાણા એસઆઈટીને એ શ્રેય જાય છે કે તેમણે બાબતની ઈન્દોર સંબંધને ઉજાગર કરી અને આ તપાસમાં પડ્યા નહીં કે જેલમાં બેસેલ પ્રમુખ સિમી કેડરની આજુબાજુમાં ધરપકડ કરી વાહ વાહ લૂંટી. એ જ વર્ષ હૈદરાબાદના મક્કા મસ્જિદ વિસ્ફોટને તરત બાદ સ્થાનિક પોલીસે અંધાધૂંધ મુસ્લિમ યુવકોની ધરપકડ કરી પોતાની વાહવાહ કરાવી. જ્યારે સમજૌતા બાબતમાં ધૈર્યપૂર્ણ તપાસના ફળસ્વરૂપ પહેલી વખત શંકાની સોય હિન્દુત્વવાદી આતંકી તત્વોની તરફ ઘૂમી અને છેવટે, આ પ્રક્રિયા અસીમાનંદના નેતૃત્વનો પર્દાફાશ સુધી પહોંચી.
ખરેખર, આપણું નસીબ સારું હતું અને સારું પણ નહોતું. દિલ્હી સ્ટેશન પર જ્યાંથી ટ્રેન ચાલી, સીસીટીવી કેમેરો જાણે ક્યારથી ખરાબ પડ્યો હતો જે અમારા કોઈ કામમાં ના આવ્યો પરંતુ ઘટનાસ્થળેથી મળેલા બે પુરાવા સૂટકેસ બોમ્બ ડિવાઈસ જે ટાઈમ મિસમેચના કારણે ફૂટ્યા નહીંં. તપાસકર્તાઓને ઈન્દોર સુધી પહોંચાડવામાં મદદગાર બન્યા. આ મુખ્યત્વે અગ્નિકાંડ ડિવાઈસ હતા ના કે વિસ્ફોટક આરડીએકસવાળા જેને એ દિવસોમાં આતંકી ઘટનાઓમાં સામાન્ય રીતે ઉપયોગ થતા હતા. અગ્નિકાંડ ડિવાઈસના ઉપયોગની પાછળ વિચાર એવો રહ્યો હશે કે ચાલતી ટ્રેનમાં આગ વધુ આફત લાવશે, નહીં કે વિસ્ફોટ. આ અસીમાનંદનો ઘૃણા બોમ્બ પણ હતો- ગોધરા ટ્રેન અગ્નિકાંડ સિવાય, ગુજરાતના અક્ષરધામ, જમ્મુના રઘુનાથ અને વારાણસીના સંકટ મોચન મંદિરો પર આતંકી હુમલાથી ઉત્પન્ન થયેલ નફરત એની પાછળ કામ કરી રહ્યું હતું.
ઇજીજીના પૃષ્ઠભૂમિના સુનીલ જોશીની ડિસેમ્બર ર૦૦૭માં એમના બે સાથીઓ કલસાંગરા અને ડાંગેએ હત્યા કરી નાખી અને ત્યારે એ ત્રણેય નામ સમજૌતા કાંડમાં મુખ્ય રૂપથી આવવા લાગ્યા. વીજળીના જાણકાર કલસાંગરા અને ડાંગે બન્નેની બોમ્બ બનાવવામાં મુખ્ય ભૂમિકા હતી અને તે આજ સુધી પણ ભાગેડુ રહ્યા છે.
ર૦૦૮માં મહારાષ્ટ્ર એટીએસે માલેગાંવ બોમ્બકાંડમાં પ્રજ્ઞાસિંહ ઠાકુરની મોટરસાઈકલ જપ્ત કરી અને ત્યારે હિન્દુત્વવાદી જૂથના તમામ અન્ય નામ પણ સામે આવ્યા. એમાં અસીમાનંદ અને કર્નલ પુરોહિત મુખ્ય માસ્ટરમાઈન્ડ હતા. જાણવા મળ્યું કે કમલ ચૌહાણ, અમિત ચૌહાણ, લોકેશ શર્મા અને રાજેન્દ્ર પહેલવાને સમજૌતા ટ્રેન પર ચાર બોમ્બ રાખ્યા હતા. મહારાષ્ટ્ર એટીએસના વડા હેમંત કરકરે એ જ વર્ષ નવેમ્બરમાં મુંબઈ આતંકી હુમલામાં આતંકવાદીઓના હાથે શહીદ થઈ ગયા હતા. એમની શહાદતથી લગભગ દસ દિવસ પૂર્વે મારી અમેની સાથે વિસ્તારથી વાતચીત થઈ હતી અને તેમણે પણ અસીમાનંદના નેતૃત્વમાં હિન્દુત્વવાદીઓની ભૂમિકાની પુષ્ટિ કરી હતી.
ર૦૦૯થી સીબીઆઈના સમન્વયમાં ઉપરોક્ત આતંકવાદી જૂથને પકડવા માટે સંબંધિત રાજ્યોની પોલીસ દ્વારા છાપા મારવામાં આવતા રહ્યા. એ સમયે મુંબઈ હુમલાની પૃષ્ઠભૂમિમાં એનઆઈએના રૂપમાં એક કેન્દ્રીકૃત તપાસ એજન્સી બની ચૂકી હતી અને એક એક કરીને તમામ આતંકી બાબતો, જેમાં સમજૌતા પણ સામેલ હતો, આ એજન્સીને તપાસ માટે આપવામાં આવી. આ રીતે એનઆઈએ સહિત ચાર એજન્સીની તપાસના આધાર પર અસીમાનંદ અને અન્ય હિન્દુત્વવાદીઓની આતંકી આવડતના આયામોને અદાલતોમાં દાખલ વિભિન્ન ચાર્જશીટના રૂપમાં જોઈ શકાય છે. ખરેખર, આ તપાસોને લઈને સંઘી રાજનીતિને ખુલીને રમવાના ક્રમમાં, આતંકવાદની વિરૂદ્ધ કાયદાકીય પ્રક્રિયાઓને અંગત સ્વાર્થ માટે ભાજપ સરકારમાં નબળું કરવું ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે.
(સૌ. : સબરંગ ઈન્ડિયા)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks