સમાજ અને ગોધરાનું નામ રોશન કર્યું મિકેનીકના પુત્ર રેહાન ખાને CA ફાઉ.ની પરીક્ષામાં ૪૦૦માંથી ૩૪૧ માર્કસ મેળવ્યા

(સંવાદદાતા દ્વારા)ગોધરા, તા.૪
ગોધરા ખાતે રહેતા અને મેકેનીક તરીકે સીમલા ગેરેજ ખાતે કામ કરતા ફરીદખાન પઠાણના પુત્ર રેહાન ખાને ટુંક સમય પહેલા CA ફાઉન્ડેશનની પરીક્ષા આપી હતી જેમાં ૪૦૦ માક્સની પરીક્ષામાંથી ૩૪૧ માકસ મેળવ્યા છે રેહાનખાન સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ રીઝલ્ટથી હું ખુબ ખુશ છું અને આ રીઝલ્ટનો શ્રેય મારા માતા પિતાને જાય છે તેઓ મારી કપરી પરિસ્થિતિમાં મારી સાથે રહ્યા જેથી મને ઘણું પ્રોત્સાહન મળ્યું તેમજ મે CA  ફાઉન્ડેશનની તૈયારી PHYSICS WALLAHનામની સંસ્થામાંથી કરી હતી જેમાં બધાજ ફેકલ્ટી તેમજ શિક્ષકોનો આભાર વ્યક્ત કરૂ છું જેઓએ મને ઘણી જ સારી રીતે સપોર્ટ કર્યો અને CA ફાઉન્ડેશનને લગતી તમામ ગાઈડન્સ આપતા અને હું રોજ ૧૨થી ૧૪ કલાક અભ્યાસ કરતો જેના કારણે આજે મને ગણીત વીષયમાં ૧૦૦/૯૧ BUSINESS LAWમાં ૧૦૦/૮૩ એકાઉન્ટમાં ૧૦૦/૮૦ અને અર્થશાસ્ત્રમાં ૧૦૦/૮૭ માક્સ મેળવી ગૌરવ અનુભવું છું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts