સહિષ્ણુતા ભારતમાં

રમઝાન સંદેશ-૧૪

મુસલમાનોની સહિષ્ણુતા અને ઉદારતાનો ઈતિહાસ સાક્ષી છે. મુસલમાનોનો પરસ્પર વ્યવહાર કેવો હોવો જોઈએ તેની સાથે તેઓ અન્ય મનુષ્યો સાથે કેવી રીતે વર્તન કરે, તે અંગે ઈસ્લામે વિસ્તારપૂર્વક શિક્ષા આપી છે. સદ્‌-વ્યવહાર અને સહિષ્ણુતાનું આટલું વિગતવાર વર્ણન કોઈ અન્ય ધર્મમાં જોવા મળતું નથી. વિશ્વના બધા દેશોમાં ભારત એ રીતે વિશિષ્ટ છે કે તે વિભિન્ન સભ્યતાઓ, ધર્મો, રીત રિવાજોને માનવાવાળાઓનો દેશ છે. જેટલી સભ્યતાઓ અને ધર્મો ભારતમાં મોજૂદ છે, તેટલા અન્ય બીજા કોઈ ભૂભાગમાં નથી. એક જ નાના શહેરમાં અનેક ધર્મોના અનુયાયી અને જુદી-જુદી સંસ્કૃતિઓના ધારકો એકી સાથે જીવન વિતાવે છે. મસ્જિદોના મિનારાઓ, મંદિરોના કળશ અને ગુરુદ્વારોના બુરજો અહીં સાથેસાથે આકાશને ચૂમે છે. હિન્દૂ, મુસલમાન, શિખ, ઈસાઈ બધાં જ ગામોમાં, આબાદીઓમાં મહોલ્લાઓમાં સાથે સાથે જીવન વિતાવે છે અને તેમના ઘરોની દિવાલો આજે પણ ક્યાંક તો પરસ્પર મળેલી હોય છે. તેમની સામાજિક સમસ્યાઓ પણ એક જેવી જ હોય છે, જેને તેઓ હળી મળીને હલ કરે છે. વર્તમાન ભારતીય સમાજની એકતા માત્ર સહિષ્ણુતા દ્વારા જ શક્ય છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ભારતીય સમાજને જ સહિષ્ણુતાની આવશ્યકતા છે, શેષ વિશ્વ તો કદાચ સહિષ્ણુતા વિના પણ જીવિત રહી શકે છે, પણ ભારતમાં તો સહિષ્ણુતા વગર જીવન વિતાવવું જ દુષ્કર છે.
ઈસ્લામનો પાયાનો દૃષ્ટિકોણ એ છે કે બધાં મનુષ્યોનો ખુદા એક જ છે, તમામ મનુષ્યોના માતા-પિતા એક જ આદમ અને હવ્વા છે. તમામ મનુષ્યો તરફ ઈશ્વરે હંમેશા એક જ ‘દીન’(ધર્મ) મોકલ્યો છે, જેનું નામ ‘ઈસ્લામ’ છે; જેનો અર્થ થાય છે, એક જ નિરાકાર ઈશ્વર પ્રતિ સમર્પણ અને તેનું આજ્ઞાપાલન. આ દૃષ્ટિકોણ અનુસાર તમામ માનવો એક જ પરિવારના સભ્યો બની જાય છે. આ વિચારધારા બધાં માનવોને પરસ્પર ભાઈચારાના એવા સંબંધમાં બાંધી દે છે, જ્યાં આસ્થાઓ અને માન્યતાઓના મતભેદો નભાવી શકાય છે અને પરસ્પર સમજ બૂઝથી હલ પણ કરી શકાય છે.
(ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts