સાવરકુંડલાની કોમી એકતાની મિસાલ જેવા ઈમરાને જ્યોતિબેનનાં નાણાંનું કર્યું દાન !

મૃતક હિન્દુ વૃદ્ધાને સાચવનાર ઈમરાનને ર૦ લાખનો વારસદાર બનાવેલા તો…

ભીની આંખે ઈમરાને કહ્યું, આ રૂપિયા મારી પાસે છે પણ તેનો માલિક હું નથી…તેનું દાન કરવું છે

(સંવાદદાતા દ્વારા)
 સાવરકુંડલા,તા.૧
સાવકુંડલા ખાતે એક હિન્દુ વૃદ્ધાને મુસ્લિમ યુવાને આશરો આપી પોતાના સ્વજન જેમ પાંચ વર્ષ સાચવ્યા હતા. ગત મે મહિનામાં તેઓના મૃત્યુ વેળા પણ હિન્દુ શાસ્ત્ર મુજબ અંતિમક્રિયા મુસ્લિમ યુવાને જ સંપન્ન કરી કોમી એકતાનું ઉત્તમ  ઉદાહરણ પેશ કર્યું હતું. મૃતક માજીએ બેંકમાં મુકેલ ર૦ લાખ જેટલી માતબર રકમમાંથી એક  પાઈ પણ પોતે રાખી નહીં અને રૂા.૧૦ લાખ જેટલી રકમ વીરબાઈ ટિફિન સેવા ટ્રસ્ટને મૃતક નામે દાન કરી છે. મારે એમના પૈસા થોડા લેવા છે ? મે તો નિસ્વાર્થ ભાવે તેઓને સાચવ્યા હતા. અન્ય નાણાં પણ જયોતિબેનના  આત્માને શાંતિ મળે તે રીતે વાપરીશ. તેવું મુસ્લિમ યુવાન ઈમરાને જણાવ્યું છે. આમ સાવરકુંડલાના મુસ્લિમ યુવાને કોમી એકતાની સુવાસ સાથે પ્રમાણિકતાનો પમરાટ પણ  પ્રસરાવ્યો છે. ઈમાનદારી અને ખાનદાની તે તો જન્મજાત લોહીમાં જ વહેતી આવે છે. તેનો સાબુત મજબૂત પુરાવો એટલે સાવરકુંડલાનો ઈમરાન હિંગોરા છે. બનાવની હકીકત એવી છે કે આજ થી ચાર વર્ષ પહેલાં લોહાણા સમાજ ની માજી (ડોસી) જ્યોતિબેન ત્રિભોવન દાસ માધવાણી આઝાદ ચોક માં મેમણ ઇમરાન હિંગોરા ની દુકાન પાસે અચાનક પડી ગયા તે દરમ્યાન મુસ્લિમ યુવાન ઇમરાન હિંગોરાએ તે માજીને તેમના ઘરે લઈ ગયા અને ત્યાર પછી જ્યોતિબેનને દવાખાને પણ ઇમરાન જ લઈ ગયો હતો ત્યારથી ઇમરાન હિંગોરાએ માનવતા રૂપે અને નિસ્વાર્થ ભાવે  જ્યોતિબેનની સેવા ચાકરી કરવા લાગ્યો અને જ્યોતિબેન માધવાણી ને મુસ્લિમ યુવાન ઇમરાન હિંગોરા ઉપર વિશ્વાસ આવી ગયો એટલે ઇમરાન હિંગોરાનો રોજ નો ક્રમ થઈ ગયો જ્યોતિબેનને માં સમાન સમજી દવા ખાને લઈ જવા હોય કે કોઈ અન્ય વહેવારિક કામે લઈ જવાના હોય પણ આ માજી સાથે ઇમરાન તો સાથે ને સાથે આવી રીતે માજીને ઇમરાન ઉપર વિશ્વાસ આવી ગયો અને ઇમરાન હિંગોરાને દીકરાથી વિશેષ માનવા લાગ્યા એટલે જ્યોતિબેન ને સારા નરસા પ્રસગો હોય વાર તહેવાર હોય ત્યાર ઇમરાન ને યાદ કરે આવી રીતે ઇમરાન એ જ્યોતિબેન માધવાણીની સતત પાંચ વરસ સેવા કરી અને માજી પાસે પોતાની મરણ મૂડી રૂપિયા ૨૦. લાખ હતા તે રૂપિયા જ્યોતિબેન બેંકમાં જમાં કરાવવા ગયા ત્યારે બેંકના મેનેજરે માજીને  તે તમારા વારસદારમાં કોનું નામ લખવું છે ? ત્યારે જ્યોતિબેન માધવાણીએ ઇમરાન હિંગોરાનું નામ આપ્યું  ત્યારે બેંકના મેનેજર મુસ્લિમનું નામ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા લોહાણા સમાજની મહિલા અને વારસદાર તરીકે મુસ્લિમ છોકરાનું નામ ? આવી રીતે ચાર પાંચ વર્ષથી માં દીકરાની જેમ જ્યોતિબેન માધવાણી  ઇમરાન હિંગોરા રહેતા હતા. જેમ જેમ સમય ગયો તેમ તેમ માજીની તબિયત બગડતી ગઈ ત્યારે પણ ઇમરાન જ માજીની સેવા કરતો હતો. ના તંદુરસ્ત તબિયત કારણે જ્યોતિબેન માધવાણી ગત તારીખ ૪….૫…. ૨૦૨૫ના રોજ અવસાન પામ્યા ત્યારે મુસ્લિમ ઇમરાન એટલે માજીએ માનેલો દીકરોની આંખમાંથી આંસુની ધાર વ્હેવા લાગી જ્યોતિબેન માધવાણીએ અગ્નિ દાહ આપવાની હિન્દુ ધર્મ મુજબ વિધિ પણ મુસ્લિમ ઇમરાન હિંગોરાએ કરી હતી. જૂનાગઢ તેમના અસ્વિ પધરાવવા પણ ગયા  બેસણામાં માજીનો ખરખરો બધા જ માણસોએ ઇમરાન સમક્ષ કર્યો આવી કોમી એકતા જેવી અદભુત કહાની લોકો માટે ઘણી શીખ આપતી કહેવાય છેલ્લા પાંચ વર્ષ ઈમાનદારી પૂર્વક સેવા કરનાર ઇમરાન હિંગોરાએ તેમની ઈમાનદારીને ડાઘ ન લાગે તે માટે  માજીએ બેંકમાં મૂકેલા રૂપિયા ૨૦ લાખનો વારસદાર તો ઇમરાન જ હતો કોઈને કશું આપવું કે ન આપવું તે તેમની મરજી હતી. માજીનો એક જ વારસદારએ પણ ઇમરાન હિંગોરા છતાં પણ ખાનદાની અને ઈમાનદારી થોડી વેચાતી લેવી પડે તે લોહીમાં હોય રૂપિયા ૨૦ લાખના વારસદાર અને માલિક મુસ્લિમ ઇમરાને  રૂપિયા ૧૦ લાખ વીરબાઈ ટિફિન સેવા ટ્રસ્ટને આપ્યા  તેમજ હજુ બીજા સેવાકીય સંસ્થાને આપવાના  ગરીબને પણ આપવા છે તેવું સાંભળવા મળેલ છે  આ બાબતે માજીની સેવા કરનાર મુસ્લીમ ઇમરાન  એ કીધું ૨૦ લાખનો માલિક હું છું તેનું શું કરવું તે મારી મરજી તે ખરે ખર સાચી વાત છે પરંતુ ઇમરાને ભીની આંખે બોલ્યા કે એ પૈસાનો માલિક હું થોડો છું મે તો માજીની સેવા જ કરી હતી એ પણ કોય પણ પ્રકારના સ્વાર્થ વગર એટલે હું આ રૂપિયા રાખું તો સમાજ માં મારી આબરૂ શું માજીની કરેલ સેવા એળે જાય ત્યારે મને દીકરો માનનાર જ્યોતિબેન માધવાણીના આત્માને શાંતિ મળે એ માટે તેમના પૈસાનું દાન કરૂ છુ.ં એટલે મુસ્લિમ ઇમરાનની હિન્દુ મહિલા માજી જ્યોતિબેન માધવાણીની અદભુત અને માનવતા લક્ષી સેવા અને ઈમાનદારી ની કદર અને પ્રસંશા કરવી એટલી ઓછી પડે આ મુસ્લિમ ઇમરાન ની આવી રીતે ઇમરાન હિંગોરા  કોમી એકતા અને માનતા લક્ષી કામગીરી ની લોકો એ વર્તમાન સમાજ માં શીખ લેવા જેવી છે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts