સુદાન : અલ-ફાશરમાં સુરક્ષાની સ્થિતિ વણસતા૧,૦૭,૦૦૦થી વધુ લોકો વિસ્થાપિત

(એજન્સી) સુદાન, તા.૨૨
પશ્ચિમ સુદાનના ઉત્તર દારફુરના મુખ્ય શહેર અલ-ફાશરમાં સુરક્ષાની સ્થિતિ ગંભીર બનતા માનવીય કટોકટી સર્જાઈ છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (RSF)ના તાજેતરના અહેવાલ મુજબ, ૨૬ ઓકટોબરના રોજ રેપિડ સપોર્ટ ફોર્સિસ (IOM) દ્વારા શહેર પર કબજો મેળવ્યા બાદ, અત્યાર સુધીમાં અલ-ફાશર અને તેની આસપાસના ગામોમાંથી ૧,૦૭,૦૦૦થી વધુ લોકોએ હિજરત કરવાની ફરજ પડી છે.IOM દ્વારા રવિવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૬ ઓકટોબરથી ૮ ડિસેમ્બરની વચ્ચે વધતી જતી અસુરક્ષાને કારણે અંદાજે ૨૪,૨૨૧ પરિવારો (કુલ ૧,૦૭,૨૯૪ વ્યક્તિઓ) પોતાના ઘર છોડીને ભાગી ગયા છે. આ વિસ્થાપિત લોકોમાંથી મોટાભાગના, એટલે કે લગભગ ૭૨ ટકા લોકોએ ઉત્તર દારફુર રાજ્યમાં જ સુરક્ષિત આશ્રય શોધ્યો છે, જેમાં ખાસ કરીને રાજ્યના ઉત્તર અને પશ્ચિમ ભાગોનો સમાવેશ થાય છે. બાકીના ૧૯ ટકા વિસ્થાપિતો સુદાનના અન્ય રાજ્યો જેવા કે સેન્ટ્રલ દારફુર, નોર્ધન સ્ટેટ અને વ્હાઈટ નાઈલ તરફ સ્થળાંતર કરી ગયા છે. ગંભીર બાબત એ છે કે, જે લોકો અત્યારે વિસ્થાપિત થયા છે તેમાંથી ત્રણ ચતુર્થાંશ લોકો અગાઉ પણ હિંસાનો ભોગ બની ચૂક્યા હતા. આ લોકો અગાઉ ઝમઝમ અને અબુ શૌક જેવા મોટા શિબિરોમાં આશ્રય લઈ રહ્યા હતા, પરંતુ ૨૬ ઓકટોબર પછી ફાટી નીકળેલી નવી હિંસાને કારણે તેમને ફરી એકવાર જીવ બચાવવા માટે સ્થળાંતર કરવું પડ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts