જે લોકો બીજાઓ સાથે ખરાબ વર્તાવ કરે છે, તેઓ અલ્લાહના કરમથી વંચિત રહે છે. – હદીસ બોધ

બોધ વચન

બીજાઓના અનુભવમાંથી તમે ડહાપણ શીખો છો તો તેઓની નિષ્ફળતામાંથી તમારી ભૂલો સુધારો. -ચેસ્ટર ફિલ્ડ

આજની આરસી

૯ ઓક્ટોબર બુધવાર ર૦૨૪
પ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો સુદ છઠ્ઠ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧પ
ખત્મે ઝવાલ ૧૨-૨૭
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૪
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૨૦

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

મિટા દે અપની હસ્તીકો અગર કુછ મર્તબા ચાહે, કિ દાના ખાકમેં મિલકર ગુલ-ઓ-ગુલઝાર હોતા હૈ
જો તું જીવનમાં કોઈ મરતબો, દરજ્જો મેળવવા ઈચ્છતો હોય તો તારી જાતને ભૂલી જા. ઊગવા માટે બીજ જમીનનો ભાર ઝીલે છે, ધરતીની ગરમી સહન કરે છે ત્યારે તે અનાજ, વૃક્ષ, ગુલઝાર બને છે. તું ધ્યેય પ્રાપ્તિ માટે જ એકાગ્ર થા. કામને સમર્પિત થનારને જ સફળતા અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. – (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks