Religion

હદીસ બોધ

અનાજ વહેંચીને ખાઓ, ભેગા મળીને ખાઓ અને સંતોષ અનુભવો. – હદીસ બોધ

બોધ વચન
મારે દુનિયાને નવું કશું શીખવવાનું નથી. સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યા આવે છે. -ગાંધીજી

આજની આરસી

૨૫ ઓક્ટોબર શુક્રવાર ર૦૨૪
૨૧ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો વદ નોમ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૨૧
ખત્મે ઝવાલ ૧૨-૨૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૧
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૭

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

હો અગર ખુદનિગાર-ઓ-ખુદગર-ઓ ખુદગીર ખુદી
યે ભી મુમકીન હૈ કિ તૂ મોત સે ભી ન મર સકે
જો તારી ‘ખુદી’ તારો આત્મા, તારામાંનો સ્વ, નિગાર એટલે સુંદર છબી જેવો, પારદર્શક અને બેદાગ, માયાળુ હોય, ખુદગીર-આત્મસંયમી, નમ્ર અને માફી માંગનાર, પસ્તાવો કરનાર હોય, ખુદગર-સ્વ ઘડતર કરનાર, નિરંતર પોતાની જાતને સુધારનાર હોય તો તૂં નેક કામો જ કરીશ અને તારા મૃત્યુ પછી પણ તૂં લોકોના મનમાં અવિસ્મરણીય રહીશ.
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)