અહેસાન કરવાથી માન વધે છે. (હદીસ બોધ)
બોધ વચન
મહત્ત્વાકાંક્ષા એક પ્રકારનું રસપાન છે. કેટલાકને એ તારે છે તો કેટલાકને મારે છે. – ધૂમકેતુ
આજની આરસી
૨૦ ડિસેમ્બર શુક્રવાર ર૦૨૪
૧૭ જમાદિલ આખર હિજરી ૧૪૪૬ માગશર વદ પાંચમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૦
ખત્મે ઝવાલ ૧૨-૩૭
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૫
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૮
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
અય તાઈર-એ-લાહૂૂતી ! ઉસ રીઝકસે મૌત અચ્છી,
જિસ રીઝકસે પરવાઝમેં આતી હો કોતાહી
તાઈર = અહીં શાહીન, કોતાહી = ક્ષીણ થવું
૧. શાહીન કદી કોઈના કરેલા શિકારને આરોગતું નથી. તેમ કરે તો તેની ઉડાનની તાકાત ક્ષીણ થઈ જાય.
૨. માનવીની રૂહ આ દુનિયામાં ઉદ્ભવી નથી, આપણે આલમ-એ-લાહૂતમાંથી છીએ અને ત્યાં જ પાછા જવાનું છે. હક અને હલાલની રોજીથી જીવન વિતાવો. હરામની રોજીથી તારા રૂહ, ખુદીને, આત્મા, સ્વને ચોંટ પહોંચે છે. હરામની રીઝક કરતાં મોત સારૂં. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)