તે ગુનેગાર છે જેની જીભ પર કંઈક અને દિલમાં બીજી વાત હોય. (હદીસ બોધ)
બોધ વચન
જેણે પોતાના તમામ ગ્રંથોમાં મહાન વિચારો મોટી સંખ્યામાં વ્યકત કર્યા છે તે મહાન કલાકાર છે. – રસ્કિન
આજની આરસી
૨૧ ડિસેમ્બર શનિવાર ર૦૨૪
૧૮ જમાદિલ આખર હિજરી ૧૪૪૬ માગશર વદ છઠ્ઠ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૧
ખત્મે ઝવાલ ૧૨-૩૭
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૬
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૯
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
ખુદી હૈ મુર્દા તો માનિન્દ-એ-કાહ પૈશ-એ-નસીમ,
ખુદી હૈ ઝિંદા તો સુલતાન-એ-જુમલા મૌજુદાત
જો તારી ‘ખુદી’, તારૂં આંતરમન, સ્વ, માંહ્યલો મરી ગયો હશે તો તું હળવી હવા (નસીમ)માં તણખલું (કાહ) ઊડી જાય તેમ તારી કોઈ વિસાત નહીં હોય, તારા કાર્યોને લીધે તને કોઈ યાદ નહીં કરે. પણ જો તારામાં ખુદી હયાત, જીવંત હશે તો તું વિશ્વનો બાદશાહ હોઈશ. તારા મનમાં કોઈના પણ માટે વેર, દ્વેષભાવ નહીં હોય તો તારૂં મન હળવું ફૂલ રહેશે, ચિંતામુક્ત રહીશ, ખરેખર તું બાદશાહતનો અનુભવ કરીશ.
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)