ધીરજ અને નમ્રતાપૂર્વક વર્તનારને અલ્લાહ અપમાનિત કરતો નથી.(હદીસ બોધ)
બોધ વચન
સત્ય મરતા માણસના હોઠે આવીને બેસે છે. -મેથ્યુ આર્નોલ્ડ
આજની આરસી
૨૨ ડિસેમ્બર રવિવાર ર૦૨૪
૧૯ જમાદિલ આખર હિજરી ૧૪૪૬ માગશર વદ સાતમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૧
ખત્મે ઝવાલ ૧૨-૩૮
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૬
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૯
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
૧. તેરી દુઆ સે કઝા તો નહીં બદલ શકતી,
મગર હૈ યે મુમકીન કે તૂ બદલ જાએ
૨. તેરી ખુદીમેં અગર ઈન્કલાબ હો પયદા
ગજબ નહીં હૈ કે યે ચાર સુ બદલ જાયે
ચાર સુ= ચારેય દિશાઓ, આખું વિશ્વ
૩. તેરી દુઆ હૈ કે હો તેરી આરઝુ પૂરી
મેરી દુઆ હૈ તેરી આરઝુ બદલ જાએ !
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)