જે કોઈ ઈચ્છે છે કે તેની દુઆ કબૂલ થાય તો તે હલાલની કમાઈ ખાય. (હદીસ બોધ)
બોધ વચન
પ્રયત્ન વિના માત્ર એક જ ચીજ મળે છે અને તે છે આયુ. – એચ.જી.બોહન
આજની આરસી
૨૩ ડિસેમ્બર સોમવાર ર૦૨૪
૨૦ જમાદિલ આખર હિજરી ૧૪૪૬ માગશર વદ આઠમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૨
ખત્મે ઝવાલ ૧૨-૩૮
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૭
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૦
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
મત કર ખાક કે પૂતલે પર ગુરૂર વ બે નિયાઝી ઈતની,
ખુદકો ખુદમેં ઝાંક કર દેખ તુઝમેં રખા કયા હૈ !
કવિ માનવીને કહે છે કે તું માટીનું પૂતળું છે, અભિમાન ના કર. તારી કોઈ વિસાત નથી. તું આત્મનિરીક્ષણ કર, આત્મમંથન કર. તું તુચ્છ જીવ માત્ર છે. માનવને અભિમાન ત્યાગવાનું કહે છે, અલ્લાહ સર્વ શકિતમાન છે. અલ્લાહના તાબે થા. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)