શરમ તો ઈમાનની એક શાખ છે. (હદીસ બોધ)
બોધ વચન
બધી કલાઓ કશાકને અસ્તિત્વમાં લાવવામાં સમાયેલી છે.-એરિસ્ટોટલ
આજની આરસી
૨૪ ડિસેમ્બર મંગળવાર ર૦૨૪
૨૧ જમાદિલ આખર હિજરી ૧૪૪૬ માગશર વદ નોમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૨
ખત્મે ઝવાલ ૧૨-૩૯
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૭
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૦
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
અબસ હૈ શિકવા-એ-તકદીર-એ-યઝદાં, તૂં ખુદ તકદીર-એ-યઝદાં ક્યું નહીં હૈ ?
ખુદા (અહીં ખુદા માટે યઝદાં)એ મને સારૂં નસીબ નથી આપ્યું તેવી નિરર્થક (અબસ) ફરિયાદ કરનારાઓને કવિ કહે છે કે જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે સખત મહેનતની જરૂર છે, તું જ તારૂં નસીબ કેમ નથી બનાવતો ? મહેનત કરનારને અલ્લાહ સાથ આપે છે.
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)