ન્યાયી શાસનકર્તાને અલ્લાહ પોતાની છત્રછાયા નીચે રાખે છે (હદીસ બોધ)
બોધ વચન
પ્રેમ કર્યા વગર પણ તમે આપી શકો. પણ આપ્યા વગર તમે પ્રેમ નહીં કરી શકો.-ઓસ્કાર વાઈલ્ડ
આજની આરસી
૨૫ ડિસેમ્બર બુધવાર ર૦૨૪
૨૨ જમાદિલ આખર હિજરી ૧૪૪૬ માગશર વદ દસમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૩
ખત્મે ઝવાલ ૧૨-૩૯
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૮
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૧
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
અબસ ન બદલું તેરી ખાતિર હરએક ચીઝ તો કેહના તું અપને આપમેં પેહલે અંદાજ-એ-વફા પયદા કર
અલ્લાહ બંદાને વચન આપે છે કે તું માંગીશ તે આપીશ, તારી દરેક ઈચ્છા પૂર્ણ કરીશ, શરત એ છે કે તું તારી જાતને, મારા અંતરાત્માને વફાદાર થા. સારા હોવાપણાનો દેખાવ બંધ કર.
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)