દાન આપવું એટલે ખરેખર કંઈક પ્રાપ્ત કરવું – હદીસ બોધ

બોધ વચન
જ્યારે તમે તમારા લક્ષ્ય તરફથી નજર ફેરવી લો ત્યારે જ ડરામણા વિઘ્નો દેખાય છે. – હેનરી ફોર્ડ

આજની આરસી

૧૮ જાન્યુઆરી શનિવાર  ર૦૨૫
૧૭ રજબ  હિજરી ૧૪૪૬ 
પોષ વદ પાંચમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક    ૫-૫૯
ખત્મે ઝવાલ     ૧૨-૫૦
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૩
ગુરૂબે  આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૭

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. 

કિસ તરફ હુઆ કુંદ તેરા તશ્તર-એ-તહકીક,
હોતે ક્યું નહીં તુઝસે સિતારોં કે જીગર ચાક
મુસ્લિમોને સંબોધન છે કે તારી વિજ્ઞાનની શોધો કેમ કુંઠિત-બંધ થઈ ગઈ ? તારાઓના હૃદય સુધી કેમ પહોંચી શકતો નથી ? યુરોપ અંધકાર યુગમાં હતું ત્યારે મુસલમાનો ગણિત, કેમિસ્ટ્રી, અવકાશ વિજ્ઞાનમાં માહેર હતા, લાયબ્રેરીઓમાં ઘણા પુસ્તકો હતા. કવિ તેની યાદ અપાવી મુસ્લિમ સમાજ હાલ પછાત છે તે સંદર્ભે અને બાકીની દુનિયા દુન્યવી જ્ઞાનમાં આગળ છે ત્યારે મુસ્લિમ સમાજને જમાનાને અનુરૂપ આધુનિક શિક્ષણ અપનાવવા શિખામણ આપે છે.       – (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)
 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks