પ્રદર્શન કર્યા વિના સેવા કરો. – હદીસ બોધ

બોધ વચન

માનવીએ એટલું ધ્યાન રાખવું જોઈએ કે તે એટલો બધો બુદ્ધિશાળી ન બની જાય કે  હાસ્ય જેવી મહાન ખુશીથી અલિપ્ત થઈ જાય.                        – એડિસન

આજની આરસી

૨૬ જાન્યુઆરી રવિવાર  ર૦૨૫
૨૫ રજબ  હિજરી ૧૪૪૬ 
પોષ વદ બારસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક    ૫-૫૯
ખત્મે ઝવાલ     ૧૨-૫૨
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૧
ગુરૂબે  આફતાબ (સૂર્યાસ્ત) ૬-૨૩

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. 

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ 

કિસે નહીં હૈ તમન્ના-એ સરવરી, લેકીન
ખુદી કી મોત હો જિસ મેં વો સરવરી ક્યા હૈ
કોને સર્વોપરી બનવાનું, દુંનિયાના તમામ એશોઆરામ મળે તેવી ઈચ્છા નથી થતી ? પરંતુ પોતાની ‘ખુદી’ના રહે, સ્વનું અસ્તિત્વ મટી જાય, ઈમાનથી દૂર થઈ જાય, આત્મસન્માન ના રહે તેવી સર્વોપરીતા કે સુખ સમૃદ્ધિ નકામી છે તેમ કવિ જણાવે છે.        -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks