ગુસ્સાનો સર્વશ્રેષ્ઠ ઈલાજ મૌન છે. – હદીસ બોધ
બોધ વચન
બાળકને થોડો પ્યાર આપશો તો તેના બદલામાં તેની પાસેથી ઘણું મેળવી શકશો. – રસ્કિન
આજની આરસી
૨૫ જાન્યુઆરી શનિવાર ર૦૨૫
૨૪ રજબ હિજરી ૧૪૪૬
પોષ વદ અગિયારસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૯
ખત્મે ઝવાલ ૧૨-૫૨
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૨૨
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
તૂ અય મુસાફીર-એ શબ ! ખુદ ચરાગ બન અપના
કર અપની રાત કો દાગ-એ જિગરસે નુરાની
દુઃખ, મુસીબત, કષ્ટોથી ઘેરાયેલા માણસને કવિ રાતનો મુસાફર કહ છે અને અંધારી, ઘનઘોર રાતમાં પોતે જ દીવો થઈને પ્રકાશ પ્રસરાવી મુસીબતોનો સામનો કરીને આગળ વધવાનું કહે છે. અન્યો ઉપર આધાર રાખવાને બદલે, બીજા ઉપર બોજ બનવાને બદલે પોતાની જ મહેનતથી ધ્યેય સિદ્ધ કરવાનો સંદેશ છે.
– (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)