એક મહિનાની કમાણી ૬૦ લાખ રૂપિયા
નવી દિલ્હી, તા.૧૦
ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી ઝડપી બોલર મોહમ્મદ સિરાજ આજકાલ ચર્ચામાં છે. તે સતત પોતાની ઝડપી બોલિંગથી બધાનું દિલ જીતતો આવ્યો છે. હાલમાં જ પિંકબોલ ટેસ્ટમાં ટ્રેવિસ હેડ સાથે તેની બોલાચાલી થઈ હતી. આના પગલે સિરાજ વધારે લાઈમલાઈટમાં છે. જો કે મો.સિરાજ છેલ્લા કેટલાક સમયથી ઈન્ડિયન ક્રિકેટમાં મોટું નામ બનતો જઈ રહ્યો છે. તેની નેટવર્થની વાત કરીએ તો સ્પોટ્ર્સ કીડા અનુસાર મોહમ્મદ સિરાજની ર૦ર૪ સુધી કુલ નેટવર્થ લગભગભ ૭ મિલિયન ડોલર એટલે કે પ૭ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત બીસીસીઆઈનો એન્યુઅલ કોન્ટ્રાક્ટ, મેચ ફી, આઈપીએલ સેલેરી અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે. મો.સિરાજને ર૦ર૩માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા ૭ કરોડમાં રિટેન કરાયો હતો. ત્યારબાદ તે ર૦ર૪ સુધી સેમ સેલેરીમાં હતો. જો કે આઈપીએલ ર૦રપના મેગા ઓકશનમાં ગુજરાત ટાઈટન્સે તેને ૧ર.રપ કરોડ રૂપિયાની મોટી રકમ આપી ખરીધ્યો છે. આનાથી તેની નેટવર્થમાં વધારો થશે. ર૦૧૭થી ર૦ર૪ સુધી આઈપીએલથી સિરાજે ર૭ કરોડ રૂપિયા કમાયા છે. ૩૦ વર્ષના મો.સિરાજની એક મહિનાની કમાણી લગભગ ૬૦ લાખ રૂપિયા છે અને આ આઈપીએલ સેલેરી અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ હટાવીને છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોહમ્મદ સિરાજ પાસે કારોનું શાનદાર કલેકશન છે.