હરદોઈમાં ૧૦ મહિનાની કોર્ટની સુનાવણી પછી દલિત એક્ટ હેઠળ કેસ દાખલ, જાણો સંપૂર્ણ મામલો

(એજન્સી) તા.૮
બદમાશોએ એક દલિતને બાઈકથી ટક્કર મારવા અને પછી હાથમાં બંદૂક અને પિસ્તોલ લઈને ગામની વચ્ચે અપશબ્દો બોલી ધમકી આપવાના મામલામાં પોલીસે કોઈ ધ્યાન આપ્યું નહીં. ત્યારબાદ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. કોર્ટે સુનાવણી પછી તેના આદેશ પર ટડિયાવાં પોલીસે છ લોકોની વિરૂદ્ધ દલિત એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. જણાવવામાં આવ્યું છે કે, ટડિયાવાં સ્ટેશનના તારા પુર્વા મજરા બરૌલી ગામના રહેવાસી સુરેશે એડીજે એસસી/એસટી કોર્ટમાં દાખલ પ્રાર્થના પત્રમાં જણાવ્યું હતું કે, ર મે ર૦ર૩ની સાંજે તેમનો પુત્ર કુલદીપ ઘરની પાસે પ્રાણી ચરાવી રહ્યો હતો. આ દરમ્યાન ગામના અભિનવ ઉર્ફે સોનાલી અને શિવમ ઉર્ફે બડાએ પોતાની બાઈકથી તેને ટક્કર મારી દીધી. કુલદીપે બૂમો પાડતા સુરેશ ત્યાં પહોંચ્યો આ દરમ્યાન ત્યાં હાજર બંને આરોપીઓએ તેને અપશબ્દો કહ્યા અને જાનથી મારવાની ધમકી આપીને ભાગી ગયા. થોડીવાર પછી રામપ્રતાપ, અશોક, સોનાલી બડા અને જયશિવ દ્વિવેદી કાર અને બાઈકથી ત્યાં પહોંચ્યા અને ગામની વચ્ચે અપશબ્દો કહીને જાનથી મારવાની ધમકી આપીને હોબાળો કર્યો. આ દરમ્યાન બનાવવામાં આવેલો વીડિયો વાયરલ થઈ ગયો. તેમ છતાં પોલીસે કોઈ ધ્યાન આપ્યું નહી, ત્યારબાદ સતિશે અદાલતમાં અરજી કરી. હુમલાના ૧૦ મહિના પછી કોર્ટના આદેશ પર અભિનવ ઉર્ફે સોનાલી, શિવમ, રામપ્રતાપ, અશોક જયશિવ, દ્વિવેદી સહિત છ લોકોની વિરૂદ્ધ દલિત એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts