હવે જંક્શન પર ટ્રાફિક નિયમ તોડ્યો તો ગયા!:અમદાવાદના 82 જંક્શન પરના બંધ CCTV ફરી ચાલુ કરાશે, રોજ સરેરાશ 4 હજાર મેમો ઇશ્યૂ થશે

અમદાવાદમાં કુલ 212 જંકશન પરથી ટ્રાફિક નિયમના ભંગ બદલ રોજના સરેરાશ 4 હજાર ઇ-મેમો ઈશ્યૂ થતાં હતાં. જો કે કેટલાક જંકશનો પર ટેકનિકલ ખામીને કારણે કેમેરા બંધ થઈ ગયા હતા જ્યારે સિટી સર્વેલન્સ એન્ડ ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (એમઆઇટીએમએસ) સાથે કરાર પૂરો થઈ જતાં બે વર્ષથી તેના 82 જંકશન પર લગાવેલા કેમેરા બંધ હતા. જેથી પોલીસ રોજના માંડ 1500 ઇમેમો ઇશ્યૂ કરતી હતી. પરંતુ હવે આ 82 જંક્શન પર સીસીટીવી કેમેરા ચાલુ કરવા માટે ફરીથી કરાર કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આ 82 જંક્શન પરના કેમેરા ચાલુ થઈ જશે અને ફરી રોજના સરેરાશ 4 હજાર મેમો ઇશ્યૂ થવા માંડશે. આ 82 જંક્શન પરથી રોજ સરેરાશ 2500 મેમો ઇશ્યૂ થવાની ગણતરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts