હવે મહેંદી સામે પણ વાંધો !! યુપીના મુઝફ્ફરનગરમાં મુસ્લિમ દ્વારા મહેંદી લગાડવા સામે વાંધો ઉઠાવી રહ્યાછે હિન્દુત્વ જૂથના સભ્યો, હિંદુ સંગઠન કહે છે કે મુસ્લિમના હાથે મહેંદી લગાડવાનું પાપ સમાન ગણાય !

દેશભરમાં જે રીતે કોમવાદી નફરત અને હિંસાનું વાતાવરણ ઝડપથી ફેલાવવામાં આવી રહ્યું છે તેનો વધુ એક નાદર નમૂનો જોવા મળ્યો છે, ધર્મનું રક્ષણ કરવાના બહાના હેઠળ ખૂબ જ નફરત અને કોમવાદી ઝેર ફેલાવી રહ્યા છે હિન્દુત્વ જૂથો

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
ઉત્તર પ્રદેશના મુઝફરનગર શહેરમાં આપણને વિચલિત કરી દેતો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હિન્દુવાદી સંગઠનોના સભ્યો હિન્દુ મહિલાઓને તહેવારો દરમિયાન મહેંદી લગાડવા માટે જતી મુસ્લિમ મહિલાઓની હેરાન કરતી અને પજવણી કરી રહ્યા છે. ક્રાંતિ સેના તરીકે પોતાને ઓળખાવતા આ હિન્દુત્વ જૂથ દ્વારા એવા સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે કે ‘‘મહેંદી જેહાદ બંધ કરો” અને હિન્દુ મહિલાઓને મુસ્લિમ મહિલાઓને હાથમાં હાથ નહિ આપવાનું દબાણ કરી રહ્યા છે. આ વિડીયો એ ભારે ચકચાર લગાવી દીધી છે અને કેટલી હદે કોમવાદી ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે તેનો એક વધુ ઉદાહરણ જોવા મળી રહ્યું છે.હિન્દુત્વ જૂથના નવા ગતકડાની સોશિયલ મીડિયા ઉપર જોરદાર ટીકા થઈ રહી છે અને આ જૂથ સદીઓથી શાંતિથી સાથે રહેતા બે સમાજ વચ્ચે ભાગલા પડાવવાની અને કોમવાદી નફરત ફેલાવવાની કોશિશ કરી રહ્યાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં હિન્દુ જૂથનો એક સભ્ય એવું બોલતો દેખાય છે કે મુસ્લિમ મહિલાના હાથે મહેંદી મુકાવવી એ પાપ છે. કોઈ હિન્દુ મહિલાએ મુસ્લિમના હાથે મહેંદી મુકાવવી જોઈએ નહીં અને જો તમારે મહેંદી લગાડવી હોય તો તમારી પોતાની ધર્મની બહેનો કે ભાઈઓ પાસે મહેંદી મુકાવવી જોઈએ.નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ બુરખા પહેરીને શાંતિથી પોતાનું કામ કરી રહી હતી ત્યારે ભગવા રંગના રૂમાલ વીતેલા કેટલાક લોકોનું ટોળું આવી ચડ્યું હતું અને સૂત્રો પોકારવા લાગ્યા હતા અને મુસ્લિમ મહિલાઓને કામ કરતી અટકાવી દીધી હતી એટલે ગભરાઈ ગયેલી મુસ્લિમ મહિલાઓ તેમના મહેંદીના કોન વગેરે સાધનો લઈને ત્યાંથી જતી રહી હતી. ત્યારબાદ આ ટોળું અલગ અલગ સ્ટોલ પર ગયું હતું અને ગ્રાહકોને કહેવા લાગ્યા હતા કે મુસ્લિમ કલાકાર કે મહેંદી મુકનારના હાથે મહેંદી મુકાવવાની નથી અને અહીં યોજાતા ખાસ ઉત્સવમાં હાજરી આપી રહેલી હિંદુ મહિલાઓને પણ સંબોધીને આ ટોળકી કહેતી હતી કે આ તહેવાર આપણો છે અને તમારો હાથ તમે મુસ્લિમના હાથમાં આપો છો તો એ પાપ છે.સ્થાનિક લોકો કહી રહ્યા છે કે પહેલીવાર જ આ પ્રકારની ઘટના આ વિસ્તારમાં બની છે અને અમે તો તમામ તહેવારો સાથે મળીને જ ઉજવ્યા છે. ઈદ ઉપર હિન્દુ પરિવારો મુસ્લિમોને શુભેચ્છાઓ આપે છે અને દિવાળી અથવા કરવા ચોથ ઉપર મુસ્લિમો હિન્દુ મહિલાઓ પાસે જઈને મહેંદી મૂકતી હોય છે અને એમાં કોઈને કશું ખોટું થતું હોય એવું લાગ્યું જ નથી એવું એક મહેંદી કલાકાર શબનમ કહે છે.શબનમની આંખમાં એકાએક આંસુ ઉભરાઈ આવે છે અને કહે છે કે મારા પરિવારને મદદ કરવા માટે હું દર વર્ષે મહેંદી મૂકવાનું કામ કરું છું પણ એ લોકો અચાનક આવીને અમે જાણે ગુનેગારો હોઈએ એ રીતે અમારું કામ છીનવી લીધું છે અને મહેંદી એ તો એક કળા છે એ કોઈ ધર્મ નથી.નિરીક્ષકો આ પદ્ધતિને મુસ્લિમોના આર્થિક બહિષ્કાર સમાન ગણાવી રહ્યા છે જેમાં મુસ્લિમોને એમની આજીવિકા અને રોજી રોટી કમાવવાથી પણ રોકવામાં આવી રહ્યા છે. રફીક એમ જ કહે છે કે ઈમાનદારીથી અને મહેનત કરીને મુસ્લિમો પોતાની રોજી કમાય તો એ પણ આ લોકોને પસંદ નથી અને એવું કરવા દેવા માંગતા નથી એ લોકોએ પહેલા લવ જેહાદના નારા લગાવ્યા અને હવે મહેંદી જેહાદના નામે મુસ્લિમો સામે નવું અભિયાન શરૂ કર્યું છે. તે કાલે કંઈક બીજું ઉપાડશે. ક્રાંતિ સેના તરીકે પોતાને ઓળખાવતા આ જૂથના સભ્યો બજારોમાં ફરી રહ્યા છે અને હિન્દુ મહિલાઓને મુસ્લિમ મહિલા આર્ટિસ્ટના હાથે મહેંદી ન મૂકાવવા માટે સમજાવી રહ્યા છે અને દબાણ કરી રહ્યા છે. માનવ અધિકાર સંગઠનોએ આ કામગીરીની જબરી ટીકા કરી છે અને કહ્યું છે કે મુસ્લિમોને સામાજિક અને આર્થિક રીતે વિખુટા પાડી દેવાની આ ચાલબાજી છે. ભારતમાં ભાઈચારાનું હવામાન છે તેને ઝેરી અને વિદુષિત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે એવું મુઝફફરનગરના સામાજિક કાર્યકર અંજલી શર્મા કહે છે.અંજલી કહે છે કે મુસ્લિમ મહિલાઓ તેમની આજીવિકા માટે આ કામ કરી રહી છે ત્યારે તેમને અટકાવવું એ બિલકુલ ગેરબંધારણીય છે અને ક્રૂરતા સમાન છે.સોશિયલ મીડિયામાં પણ હિન્દુ જૂથના કૃત્યની જબરદસ્ત ટીકા થઈ રહી છે અને અનેક લોકોએ લખ્યું છે કે આ તો હિન્દુસ્તાન છે અને દરેક લોકો એકબીજાના તહેવારો સાથે મળીને ઉજવણી કરે છે અને આનંદ કરે છે અને મહેંદીને નફરતનું પ્રતીક બનાવી દેવી એ તો અત્યંત શરમજનક છે.
એક યુઝરે લખ્યું છે કે પહેલા એ લોકોએ બે કોમ વચ્ચેના પ્રેમ પર હુમલા કર્યા છે અને હવે મહેંદી લગાડવામાં પણ એમને તકલીફ પડવા લાગી છે. આ બિલકુલ કોઈ ધાર્મિક વાત નથી. આ ધર્મ નથી પણ બિલકુલ ચોખે ચોખ્ખી નફરત અને રાગદ્વેષ છે.
મુઝફરનગરના કોમી રમખાણોની કડવી યાદો હજુ પણ મુસ્લિમોના મનમાં તાજી છે ત્યારે આ નવી ઘટનાએ તેમના મનમાં અ સુરક્ષાની ભાવના વધારી દીધી છે. એક મહેંદી આર્ટિસ્ટ નસરીન કહે છે કે અમે તો શાંતિથી આ કામ કરીએ છીએ અને ઈમાનદારી તથા શાંતિ સાથે કામ કરવા માંગીએ છીએ અને જો મહેદી લગાડવી એ પાપ હોય તો બીજું શું શું એ લોકો ઊભું કરશે?
સ્થાનિક આગેવાનોએ આ સંગઠનની પ્રવૃત્તિ સામે પગલાં લેવાની સત્તાવાળાને અપીલ કરી છે અને મુસ્લિમ કલાકારો તથા કારીગરો તથા મહેંદી મુકતા આર્ટિસ્ટનું રક્ષણ કરવા માટે સત્તાવાળાઓને અનુરોધ કર્યો છે. સ્થાનિક ધર્મગુરુ મૌલાના શાકીર કહે છે કે સામાજિક સંપ અને એકતા જે રહી સહી બાકી રહી છે તેનો પણ નાશ થતો અટકાવવો હોય તો પોલીસે તાત્કાલિક પગલાં લેવા જોઈએ..હિન્દુ સંગઠનની આટલી ઉશ્કેરની સત્તા ઘણા બધા હિન્દુ નાગરિકોએ તેમના મુસ્લિમ પડોશીઓને જ ટેકો આપ્યો છે અને એમનું સમર્થન કર્યું છે. વિજયસિંગ નામના એક દુકાનદાર કહે છે કે મારી પત્ની હંમેશા મુસ્લિમ મહિલાઓના હાથે જ મહેંદી મુકાવે છે અને એ બધા અમારા પરિવાર જેવા છે. અમારે કોનો ભરોસો કરવો કે ન કરવો એ અન્ય લોકોએ અમને કહેવાનું નથી. આ કોઈ હિન્દુત્વ નથી પરંતુ ધર્મના નામે નફરત ફેલાવવાનું કામ છે. ડોક્ટર ફરાહ કુરેશી અને અન્ય આગેવાનોએ સમાજને શાંતિ અને એકતા બનાવી રાખવાન અપીલ કરી છે અને કહ્યું છે કે આપણી આ સદીઓ જૂની એકતાની પરંપરા છે અને એકબીજાના તહેવારો સાથે મળીને હિન્દુ અને મુસ્લિમો ઉજવતા રહ્યા છે ત્યારે એમને અલગ કરવાના અને જુદા પાડવાના આ પ્રયાસો ખતરનાક છે અને ભારત વિરોધી છે. મહેંદી જેહાદ જેવી વાતો ચગાવીને એક સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પણ બે કોમ વચ્ચેના વિભાજનના હથિયાર તરીકે ઉપયોગમાં લેવાના આ પ્રયાસો નિંદાને પાત્ર બન્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts