જ્યારે તેઓ તેમના સમુદાયના ‘મસીહા’ તરીકે પોતાને રજૂ કરવામાં વ્યસ્ત હતા ત્યારે દિલ્હીની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક હિન્દુ દલિત છોકરીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પાઠ ભણાવ્યો હતો
(એજન્સી) તા.૨૭
વાતચીત દરમિયાન, રાહુલ ગાંધીએ દાવો કર્યો, ‘અમે તેલંગાણા રાજ્યમાં આપવામાં આવેલા કરારોની યાદી જોઈ છે. કોઈ પણ કરાર દલિતો અને આદિવાસીઓને નથી આપવામાં આવી રહ્યો. તમે લોકો રાજકારણ કેવી રીતે કરશો/રાજકારણમાં કેવી રીતે આવશો ?’ ખબર ના હોય તો જણાવી દઈએ કે, તેલંગાણા કોંગ્રેસ શાસિત રાજ્ય છે. મહિલા હિન્દુ દલિત વિદ્યાર્થી, જે ધીરજપૂર્વક તેમની વાત સાંભળી રહી હતી, તેણે પછી ગાંધીના વંશજને વાસ્તવિકતાનો પરિચય આપ્યો. તેણે રાહુલ ગાંધીના મોઢામોઢ કહ્યું ‘હમ લોગ રાજકારણ કર ભી નહીં રહે, હમ લોગોં કા રાજકારણ મેં ઇસ્તેમાલ હો રહે’ (અમે રાજકારણ નથી કરી રહ્યા પરંતુ રાજકારણીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છીએ)’. કોંગ્રેસના નેતા તેના તીક્ષ્ણ જવાબથી સ્પષ્ટપણે અસ્વસ્થ થઈ ગયા હતા. તેમણે ‘વો અલગ બાત હૈં’ (આ એક અલગ મુદ્દો છે) કહીને વાત વાળી લેવાનો કરવાનો પ્રયાસ કર્યો. ભાજપનો સામનો કરવામાં નિષ્ફળ ગયા પછી, કોંગ્રેસે હિંદુ સમુદાયને જાતિના આધારે વિભાજીત કરવાની જવાબદારી પોતાના પર લીધી છે. જાતિગત વસ્તી ગણતરીનું વચન આપવા ઉપરાંત, તેણે ૨૦૨૪ના ચૂંટણી ઢંઢેરામાં અનામતની ઉપલી મર્યાદા ઉઠાવવાનું વચન આપ્યું છે. રાહુલ ગાંધી પોતે ‘જિતની અબાદી ઉતના હક’ના નારા સાથે પ્રચાર કરી રહ્યા છે. આનાથી સમાજમાં વધુ વિભાજન થવાની સંભાવના છે.