હિન્દુ વિભૂતીઓના પ્રોજેકશન પાછળ આરએસએસનો છુપો એજન્ડા

રાષ્ટ્રીય પ્રતિમાઓના પ્રોજેકશન અને અવમૂલ્યનની આરએસએસની અનોખી સ્ટાઈલ

છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક મહાન વ્યક્તિત્વો, હસ્તીઓ અને વિભૂતીઓને પ્રોજેકટ કરવા સંબંધિત સામાજિક અને રાજકીય પ્રક્રિયા અને અન્યોનું અવમૂલ્યન કરવાની પ્રક્રિયા વધુ સઘન બની છે. એનડીએ શાસિત અગાઉની ભાજપ સરકારે ૧૯૯૮માં સંસદમાં સાવરકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રકારની પ્રક્રિયામાં આરએસએસ માહેર છે. જ્યારથી મોદી વડાપ્રધાન તરીકે સત્તારૂઢ થયા છે ત્યારથી આરએસએસના ઘણાં લોકો દ્વારા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેનો મહિમા ગાવામાં આવી રહ્યો છે. ભાજપના એક સાંસદે તેમને રાષ્ટ્રભક્ત ગણાવ્યા હતા અને ભાજપના એકબીજા સાંસદે એવું જણાવ્યું હતું કે ગોડસે પર ખોટું લક્ષ્યાંક અને નિશાન તકાતું હતું ગાંધીના બદલે તેણે નહેરૂને નિશાન બનાવવા જોઈતા હતા. કેટલાક લોકો દ્વારા જુદા જુદા સ્થળે ગોડસેની પ્રતિમાઓ સ્થાપવા માટે જમીન ફાળવવાની પણ માંગણી થઈ છે.
એ જ રીતે વખતોવખત સરદાર પટેલને નહેરૂ વિરૂદ્ધ ભિડાવવામાં આવે છે. પોતાના એક ભાષણમાં મોદીએ જણાવ્યું હતું કે નહેરૂના બદલે સરદાર પટેલને ભારતના પ્રથમ વડાપ્રધાન બનાવવા જોઈતા હતા. તેમણે જણાવ્યું હતું કે નહેરૂઅ સરદાર પટેલની અંતિમ ક્રિયામાં હાજરી આપી નહોતી. આ એક બીજું હળહળતું જૂઠાણું છે.
મહાત્મા ગાંધીને લાગે વળગે છે ત્યાં સુધી વર્તમાન શાસક સરકારે તેમને માત્ર સ્વચ્છતાના મૂલ્યો પૂરતા જ પ્રોજેકટ કર્યા છે. આમ પણ મહાત્મા ગાંધીની મહત્તા એવી છે કે જે લોકો તેમના સર્વસમાવેશક રાષ્ટ્રવાદમાં માનતા નથી. તેમને પણ દેશ-વિદેશમાં મહાત્માને વંદન કરવા પડે છે. જો કે હિન્દુ-મુસ્લિમ એકતા માટેના ગાંધીજીના અભિયાનને હાંસિયામાં ધકેલાઈ દેવાયું છે. રાષ્ટ્રીય એકતા માટેના મહાત્માના ઉપદેશને જાકારો આપવામાં આવ્યો છે અને માત્ર સ્વચ્છ અભિયાન માટે તેમને પ્રોજેક્ટ કરવામાં આવે છે.
આજકાલ આંબેડકરને ચમકાવવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. એવા નિવેદનો વહેતા કરવામાં આવી રહ્યા છે કે આંબેડકર અને હેડગોવરના (આરએસએસના સંસ્થાપક અને પ્રથમ નેતા) મૂલ્યો એક સરખા હતો. બંને અસ્પૃશ્યતાની વિરૂદ્ધ હતા. આરએસએસ મુખપત્રો ઓર્ગેનાઈઝર (અંગ્રેજી) અને પંચજન્ય (હિન્દી) આંબેડકરના જીવન પર વિશેષાંકો બહાર પાડવામાં આવી રહ્યા છે અને હિન્દુત્વની આરએસએસ વિચારધારા અને આંબેડકરના મૂલ્યો વચ્ચે સામ્યતા હતી એવી ભ્રમણા ઊભી કરવા તેમના ઉપદેશને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યો છે. આંબેડકરે સામાજિક ન્યાય, લોકતાંત્રિક મૂલ્યો અને જ્ઞાતિપ્રથાની નાબૂદી માટે વિવિધ રીતે યોગદાન આપ્યું હતું. જ્યારે જ્ઞાતિપ્રથાની નાબૂદીના આંબેડકરના અભિયાનની વિરૂદ્ધ આરએસએસ દ્વારા જ્ઞાતિપ્રથાના અસ્તિત્વને પડકાર્યા વગર વિવિધ જ્ઞાતિઓ વચ્ચે એખલાસ સ્થાપવા ‘સામાજિક’ સમરસત્તા મેચની સ્થાપના કરવામાં આવી હતી. આરએસએસ સંગઠન દ્વારા જે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. તેમાં બે પ્રવાહ નજરે પડે છે. એક બાજુ આરએસએસએ એક સંગઠન તરીકે કયારેય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો ન હતો. અને તેની પાસે સ્વાતંત્ર્ય સેનાની તરીકે પ્રોજેક્ટ કરી શકાય એવી કોઈ વિભૂતી ન હતી. તેથી સાવરકરને સ્વાતંત્ર્ય સેનાની તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે અને એક એવો કાલ્પનિક વાત ઊભી કરવામાં આવી રહી છે. સાવરકરનો કિસ્સો પણ વિચિત્ર છે. શરૂઆતમાં તેઓ બ્રિટિશ શાસન વિરૂદ્ધ હતા. પરંતુ આંદામાનમાં તેમને જેલમાં બંધ કરવામાં આવ્યા બાદ તેઓ દબાણ હેઠળ ઝૂકી ગયા હતા અને બ્રિટિશ વિરોધી ક્રાંતિકારીમાંથી તેમણે બ્રિટિશરોની માફી માંગી હતી અને ત્યારબાદ કોઈ બ્રિટિશ વિરોધી આંદોલનમાં ભાગ લીધો નહતો. સાવરકર આરએસએસના ભાગ નહોતા પરંતુ વૈચારિક રીતે સાવરકર અને આરએસએસ બંને હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્રને પોતાના ધ્યેય માનતા હતા. આરએસએસના સંગઠનમાં ઘણા લોકો ગોડસેને પૂજનીય માને છે. તેમના માટે જાણે ગોડસે આરએસએસ શાખાનો સભ્ય હતો. પાછળથી હિન્દુ મહાસભાની પૂણે બ્રાંચના સેક્રેટરી બન્યો હતો. સાવરકર અને ગોડસે બંનેને ભારતીય રાષ્ટ્રવાદની વિરૂદ્ધમાં હિન્દુ રાષ્ટ્રવાદની વિચારધારા પ્રત્યે તેમની વફાદારી દર્શાવવા બદલ ‘આઈકોન’ તરીકે પ્રોજેકટ કરવામાં આવી રહ્યા છે.
બીજી બાજુ નહેરૂ સામે પટેલ પ્રોજેકટ કરવા પાછળ નહેરૂનું અવમૂલ્યન કરવાનો મકસદ જણાયું છે. પટેલ અને નહેરૂ બંને ગાંધીજીના અનુન્યાયી હતા, સ્વાતંત્ર્ય ચળવળને લગતા અનેક મુદ્દાઓ પર બંને નિકટના સાથીઓ હતા. નહેરૂએ પોતાના વડાપ્રધાન પદ દરમ્યાન એકયુલારિઝમના મુદ્દે જે અડગ વલણ અપનાવ્યું હું તે આરએસએસ સંગઠન પચાવી શકયું નહોતું.
એ જ રીતે કેટલીક ઈન-હાઉસ પ્રતિભાઓ છે જેને સમર્થન આપવામાં આવે છે. અથવા જેમનું મૂલ્ય નીચું આંકવામાં આવે છે. આ સંદર્ભમાં આરએસએસના બીજા સરસંઘચાલક ગોલવલકરનો આરએસએસ કાર્યકરોની પેઢી પર મોટો પ્રભાવ જોવા મળે છે. તાજેતરમાં દિનદયાળ ઉપાધ્યાયને પણ મહાન હસ્તી તરીકે પેશ કરવામાં આવે છે. આરએસએસ રાજકારણના ગહન એજન્ડાનો સુક્ષ્મ સંદેશ આપવા આવું કરવામાં આવી રહ્યું છે.
આરએસએસ સાંપ્રદાયિક અને પ્રતિગ્રામી સંસ્કૃતિઓ પ્રચાર અને પ્રસાર કરી રહ્યો છે જેનો મુખ્ય એજન્ડા છે હિન્દુ રાષ્ટ્રવાદ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts