હું ઇદ મનાવું શી રીતે ?

હું દિલને મનાવું શી રીતે
ગાઝાને ભૂલાવું શી રીતે
ભૂખ્યાં છે ફલસ્તીની બાળક
હું ઇદ મનાવું શી રીતે ?

રૂંધાઇ રહ્યા છે કંઈ શ્વાસો
સંભળાય છે આહો નિશ્વાસો
નિત બોંબ ધડાકાઓ વચ્ચે
કંઇ લોહી નીંગળતી છે લાશો

આ અંધ બનેલી દુનિયાને
જખ્મો હું બતાવું શી રીતે ?
હું ઇદ મનાવું શી રીતે ?

આ જુલ્મોસિતમની હદ થઇ છે
માનવતા સાવ મરી ગઇ છે
ના પ્રેમ, કરુણા, હમદર્દી
સૌ લાગણી બુઠ્ઠી થઇ ગઇ છે

આ મૂંગી બહેરી દુનિયાને
દુઃખ દર્દ સુણાવું શી રીતે ?
હું ઇદ મનાવું શી રીતે ?

કલ્પાંત કરે છે, કકળે છે
મા-બાપ વિહોણાં તડપે છે
ભૂખ્યાં છે ફલસ્તીની બાળક
એક રોટી માટે રઝળે છે

આ ખીર, પૂરી, મરઘા, લાડુ
ટેબલ હું સજાવું શી રીતે ?
ભૂખ્યાં છે ફલસ્તીની બાળક
હું ઇદ મનાવું શી રીતે?

  • ‘મહેક’ ટંકારવી, બોલ્ટન, યુ.કે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks