હૈદરાબાદમાં રામનવમીની ઉજવણી : મુસ્લિમોવિરૂદ્ધ નફરતના ગીતો, રામરાજ્ય માટે આહ્‌વાન

(એજન્સી) તા.૧૯
રામનવમીની શોભાયાત્રા માટે પોલીસે પરવાનગી નકારી હોવા છતાં ભાજપના ધારાસભ્ય ટી. રાજા સિંહ દ્વારા તે કાઢવામાં આવી હતી. તેણે આ યાત્રાનું નેતૃત્વ કરવા માટે અન્ય સંસ્થાને મળેલી પરવાનગીનો ઉપયોગ કર્યો હતો. આ રેલીના એક સહભાગી દયાકર સિંહે કહ્યું કે, આ સૌથી ભવ્ય રામનવમીની ઉજવણી હશે. અયોધ્યામાં રામ મંદિરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, અમારું મંદિર આખરે બની ગયું છે અને ‘રામ જી કી નિકલી સવારી’ જેવા ગીતો સાથે આ શોભાયાત્રા નીકળી હતી. સમગ્ર હૈદરાબાદમાં, લોકોએ વહેલી સવારથી મંદિરોની મુલાકાત લીધી, કેટલાકે કામચલાઉ પ્રાર્થના પંડાલ પણ સ્થાપ્યા હતા. ધૂલપેટમાં, માત્ર રામની જન્મજયંતિના સન્માનમાં જ નહીં પણ સાંપ્રદાયિક સહાનુભૂતિને પણ પ્રતિબિંબિત કરતી ગૂંજ પણ હતી. એક કલાકના ઉલ્લાસભર્યા આનંદ પછી, ડીજેએ જાહેરાત કરી કે, ભૈયા આ રહે હૈં (મોટા ભાઈ આવી રહ્યા છે અને અમે અહીંથી નીકળીશું). ‘ભૈયા’ના ઉલ્લેખથી ઘોંઘાટ કરનાર ટોળું શાંત થઈ ગયું. તેઓએ ઉજવણીના આગલા તબક્કા માટે ભેગા થવાના કોલ પર ધ્યાન આપ્યું હતું. હૈદરાબાદ પોલીસે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ટી. રાજા સિંહને શહેરમાં રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવાની પરવાનગી આપવાનો ઇન્કાર કર્યો હતો. જો કે, અન્ય એક સંસ્થાને એ જ જૂના શહેરના માર્ગ સાથે સરઘસ માટે પોલીસ મંજૂરી મળી હતી. પોલીસ દ્વારા અરજી નકારી કાઢવામાં આવી હોવા છતાં, સિંહે લોકોને રામનવમીની ઉજવણીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા (સ્ઝ્રઝ્ર) લાગુ હતી. ગોશામહાલના ધારાસભ્ય સિંહ બપોરે ૩.૧૫ વાગ્યે પહોંચ્યા હતા. તેમણે મુસ્લિમ સમુદાયને નિશાન બનાવ્યો અને હિંદુ રાષ્ટ્રની સ્થાપનાની હિમાયત કરી. તેમણે કહ્યું કે, અમે માત્ર કાશી અને મથુરામાં જ નહીં પણ ૪૦,૦૦૦ સ્થળોએ પણ મંદિરો બાંધવા માટે પ્રતિબદ્ધ છીએ જ્યાં હાલમાં મસ્જિદો છે. સિંહે જાહેરાત કરી કે ૨૦૨૬ સુધીમાં ભારતને સત્તાવાર રીતે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવશે. હિંદુ રાષ્ટ્રનું અમારું વિઝન બે વર્ષમાં સાકાર થશે. સિંહે એમ પણ કહ્યું કે મુસ્લિમોને શિક્ષણ આપવું યોગ્ય નથી. શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી પણ, તેઓ જેહાદી બની રહ્યા છે. જ્યારે તેણે આ નિવેદનો આપ્યા ત્યારે પોલીસ કર્મચારીઓએ તેના ભાષણનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. પોલીસે કહ્યું કે, અમે ભાષણો રેકોર્ડ કર્યા છે અને તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને ચકાસવાની પ્રક્રિયામાં છીએ. જો અમને કોઈ વાંધાજનક સામગ્રી મળશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે. હાલમાં, અમે વીડિયોની સમીક્ષા કરી રહ્યા છીએ. એક દુકાનદાર અનિલ કુમારે જણાવ્યું હતું કે, શરૂઆતમાં, માત્ર સ્થાનિક લોકોએ જ યાત્રામાં ભાગ લેતા હતા પરંતુ હવે સમગ્ર શહેર અને રાજ્યના અન્ય ભાગોમાંથી પણ લોકો તેમાં જોડાય છે. પહેલા હજારો સહભાગીઓની જગ્યાએ, હવે લાખો લોકો આ ઉજવણીમાં હાજરી આપે છે. આ સૌથી મોટી રામનવમી રેલી છે. તમને આવું બીજે ક્યાંય નહિ મળે. રાજા સિંહ પોતે ગીતો ગાય છે, અને તેથી જ હું તેનો આનંદ લેવા અહીં આવું છું. રેલીના એક વ્યક્તિ રાકેશે કહ્યું કે, તમને આવી સ્ત્રીઓ અને છોકરીઓ બીજે ક્યાંય જોવા નહીં મળે. તેઓ શુદ્ધ હિંદુ અને ગોરી ચામડીના છે. અમારું અહીં આવવાનું આ એક કારણ છે. હૈદરાબાદમાં ભાજપના લોકસભા ઉમેદવાર માધવીલતા, સિંહના કાફલાની આગળ ખુલ્લી જીપમાં હતા. ભારતના ચૂંટણી પંચે રાજકારણીઓને ધર્મના નામે મત માંગવા પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, તેણે આવી રેલીઓમાં તેમની ભાગીદારી પર પ્રતિબંધ મૂક્યો નથી. શરૂઆતમાં, લતાએ સ્પષ્ટ રાજકીય નિવેદનો આપવાનું ટાળ્યું. તેણીએ ટિપ્પણી કરી કે, આ વર્ષે, રામ રાજ્ય આવશે અને ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર અંગે સંકેત આપ્યો હતો. જો કે, બેગમ બજાર છત્રી ખાતે, ભારતીય જનતા યુવા મોરચા (મ્ત્નરૂસ્) નેતા લાડુ યાદવે તેણીનો પરિચય ભાજપના સાંસદ ઉમેદવાર તરીકે કર્યો હતો. તેમણે લોકોને તેમને મત આપવા વિનંતી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts