હૈદરાબાદ : કસ્ટડીમાં દલિત મહિલા પર અત્યાચાર કરવા બદલ પાંચ પોલીસ અધિકારી સસ્પેન્ડકસ્ટડીમાં મહિલા પર તેના ૧૩ વર્ષના પુત્રની સામે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો

(એજન્સી) હૈદરાબાદ, તા.૫
શાદનગર પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં એક દલિત મહિલા પર અત્યાચાર કરવા બદલ ગઈકાલે પાંચ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. શાદનગર પોલીસ સ્ટેશનના ડિટેક્ટીવ ઈન્સ્પેક્ટરને પ્રારંભિક સસ્પેન્ડ કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સાયબરાબાદ પોલીસ કમિશનર, અવિનાશ મોહંતીએ જણાવ્યું કે, “શાદનગર પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે વિભાગીય કાર્યવાહી ચાલુ રાખવા માટે, ડિટેક્ટીવ ઈન્સ્પેક્ટર રામીરેડ્ડી, શાદનગર પીએસ અને કોન્સ્ટેબલના વિભાગ ના અન્ય પાંચ સ્ટાફ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આગળની વિભાગીય કાર્યવાહી અનુસરવામાં આવશે.” આ ઘટના ૨૮ જુલાઈના રોજ બની હતી, જ્યારે સુનિથા(૩૫) અને તેના પતિ ભીમૈયાને ચોરીના કેસના આધારે શાદનગર પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરની પોલીસ દ્વારા સુનિથાને ત્રાસ આપવામાં આવ્યો હતો. અધિકારીઓએ તેના ૧૩ વર્ષના પુત્રની સામે મહિલા ટર આ ત્રાસ ગુજાર્યો હતો. સુનિતાએ રવિવાર, ઓગસ્ટ ૪ ના રોજ તેના પર થયેલા અત્યારો જાહેર કર્યા હતા અને ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટર રામીરેડ્ડી, શાદનગર પીએસને ફરિયાદની સત્તાવાર તપાસના આધારે તરત જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts