(એજન્સી) તા.૩૦
માહિતી અધિકાર (ઇ્ૈં) કાયદા હેઠળ ખુલાસો થયો છે કે, સીમાચિહ્નરૂપ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ૧૯૮૯ના ઉલ્લંઘનમાં રાજસ્થાનમાં રાજ્ય સ્તરની તકેદારી અને દેખરેખ સમિતિ, જે વર્ષમાં બે વાર મળવાનું ફરજિયાત છે, તેણે ૨૦૧૦થી માત્ર બે બેઠકો બોલાવી છે.
એસસી/એસટી એક્ટનો નિયમ ૧૬ રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતાવાળી આ સમિતિને અત્યાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓના અમલીકરણની સમીક્ષા કરવાનું કામ કરે છે.
આ ઇ્ૈં તારણો ભારત સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા તાજા ડેટા સાથે સુસંગત છે જેમાં ૨૦૧૮ અને ૨૦૨૨ની વચ્ચે સમગ્ર દેશમાં કેવી રીતે અનુસૂચિત જાતિ (જીઝ્ર) અને અનુસૂચિત જનજાતિ (જી્) સામેના ગુનાઓમાં તીવ્ર વધારો થયો છે તેની વિગતો આપે છે. રાજસ્થાનમાં ખાસ કરીને આ બંને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો સામેના અત્યાચારના કેસ આ સમયગાળા દરમિયાન બમણા થઈ ગયા છે, જે ૨૦૧૮માં ૪૬૦૭થી વધીને ૨૦૨૨માં ૮૭૫૨ થઈ ગયા છે, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો આ સમયગાળા દરમિયાન જીઝ્ર અને જી્ સમુદાયો સામેના અપરાધોના ચાર્ટમાં અગ્રેસર છે.
ઇ્ૈં ડેટા મુજબ રાજસ્થાનમાં રાજ્ય સ્તરની તકેદારી અને દેખરેખ સમિતિની પ્રથમ બેઠક ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૦ના રોજ યોજાઈ હતી અને બીજી બેઠક ૧૩ વર્ષના અંતરાલ પછી ૮ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ થઈ હતી. બંને પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત મુખ્યમંત્રી હતા.
અન્ય રાજ્યો જેવા કે યુપી, એમપી અને ઓડિશામાં સરકારો પાસે દાખલ કરાયેલી આરટીઆઈ વિનંતીઓનો-જેમાં એસસી અને એસટી સામે અત્યાચારના ઉચ્ચ કેસ નોંધાયા છે – આ અહેવાલ લખ્યા ત્યાં સુધી જવાબ મળ્યો નથી.
જીઝ્ર/જી્ એક્ટ અને તકેદારી અને દેખરેખ સમિતિની ભૂમિકા :- જીઝ્ર/જી્ અધિનિયમ ભારતની સંસદ દ્વારા ૧૧ સપ્ટેમ્બર ૧૯૮૯ના રોજ ઘડવામાં આવ્યો હતો અને તેના નિયમો ૩૧ માર્ચ ૧૯૯૫ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. કાયદાના નિયમો ૧૬ અને ૧૭ રાજ્ય અને જિલ્લા સ્તરની તકેદારી અને દેખરેખ સમિતિઓની રચના માટે આધાર રાખે છે.
૨૫થી વધુ સભ્યોની બનેલી આ સમિતિની અધ્યક્ષતા રાજ્યના મુખ્યમંત્રી કરે છે.
અન્ય સભ્યોમાં ગૃહ પ્રધાન, નાણા પ્રધાન, કલ્યાણ પ્રધાન, જીઝ્ર અને જી્ સમુદાયોના ચૂંટાયેલા સંસદસભ્યો (સ્ઁજ) અને રાજ્ય વિધાનસભા (સ્ન્છજ), મુખ્ય સચિવ, ગૃહ સચિવ, પોલીસ મહાનિર્દેશક (ડ્ઢય્ઁ) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગના ડિરેક્ટર શામેલ છે.
નિયમો આગળ આદેશ આપે છે :- ‘ઉચ્ચ શક્તિની તકેદારી અને દેખરેખ સમિતિ એક કેલેન્ડર વર્ષમાં ઓછામાં ઓછી બે વાર, જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં એક્ટની જોગવાઈઓના અમલીકરણ અને પીડિતોને આપવામાં આવતી રાહત અને પુનર્વસન સુવિધાઓ અને તેની સાથે જોડાયેલ અન્ય બાબતો અધિનિયમ હેઠળના કેસોની કાર્યવાહી, અધિનિયમની જોગવાઈઓના અમલીકરણ માટે જવાબદાર વિવિધ અધિકારીઓ/એજન્સીઓની ભૂમિકા અને રાજ્ય સરકાર દ્વારા પ્રાપ્ત થયેલા વિવિધ અહેવાલોની સમીક્ષા કરવા મળવી જોઈએ.રૂ રાજસ્થાન સ્થિત સામાજિક કાર્યકર્તા ભંવર મેઘવંશીએ જણાવ્યું હતું કે, આ તારણો દર્શાવે છે કે સરકાર એટ્રોસિટી એક્ટના અમલીકરણ અંગે કેટલી ગંભીર નથી. મેઘવંશીએ મીડિયાને જણાવ્યું કે, ‘આ તો માત્ર પાશેરામાં પહેલી પૂણી છે. સરકાર કે પોલીસ સહિત વહીવટીતંત્ર એટ્રોસિટી એક્ટના અમલ માટે ગંભીર નથી. મોટાભાગના કિસ્સાઓમાં, જો તમે તપાસ અધિકારીઓ સાથે વાત કરો છો, તો તમને ખબર પડશે કે દરેક તપાસ કેવી રીતે શરૂ થાય છે. જ્યાં પોલીસ માને છે કે કેસ ખોટો છે અને દલિતો કાયદાનો દુરૂપયોગ કરી રહ્યા છે.’
તેમણે ઉમેર્યું :- ‘અધિનિયમ દલિતો અને આદિવાસીઓને તેમના અધિકારોથી વાકેફ કરવા માટે એક માળખું મૂકે છે. તે સત્તામાં રહેલા લોકોને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ફરજિયાત બનાવે છે, પરંતુ અનુગામી રાજ્ય સરકારો આમ કરવામાં નિષ્ફળ રહી છે અને જ્યારે આવી બેઠકો થતી નથી ત્યારે જવાબદારી અને પ્રતિબિંબ માટે કોઈ અવકાશ નથી.’
‘સ્પષ્ટ અવમાનના’ :- આદર્શરીતે માર્ચ ૧૯૯૫માં નિયમોની અધિસૂચનાથી, સમિતિએ ૫૯ વખત બેઠક યોજવી જોઈએ જ્યારે તે વાસ્તવમાં બે વખત મળી હતી. ૨૦૧૫માં દલિત અધિકારો માટે કેન્દ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો જવાબ આપતા, રાજસ્થાન હાઈકોર્ટે રાજ્ય સરકારને ‘૧૯૯૫ના નિયમોના નિયમો ૧૭ અને ૧૬ અનુસાર જિલ્લા અને રાજ્ય સ્તરની તકેદારી અને દેખરેખ સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો.’ મીડિયા સાથે વાત કરતા રાજસ્થાનમાં દલિત અધિકારોના કેન્દ્રના ડિરેક્ટર સતીશ કુમારે ધ્યાન દોર્યું હતું કે, રાજસ્થાન સરકારની તકેદારી અને દેખરેખ સમિતિની નિયમિત બેઠકો યોજવામાં નિષ્ફળતા એ કોર્ટનો સીધો તિરસ્કાર છે. કુમારે કહ્યું કે, ‘૨૦૧૫માં અમારી અરજીના જવાબમાં હાઈકોર્ટે સરકારને આ સમિતિની રચના કરવાનું કહ્યું હતું જો તેણે પહેલાથી સમિતિની રચના ન કરી હોય. સરકાર તેથી કોર્ટના આદેશનું સીધું ઉલ્લંઘન કરી રહી છે.’
રાજસ્થાનમાં જાતિ અપરાધો :- રાજસ્થાનમાં જાતિય અત્યાચારના કિસ્સાઓ અવારનવાર હેડલાઈન્સ બને છે.
૨૦૨૨માં જાલોરના નવ વર્ષીય દલિત છોકરા ઇન્દ્ર મેઘવાલનું કથિત રીતે શાળામાં માત્ર ઉચ્ચ જ્ઞાતિઓ દ્વારા વપરાતા વાસણમાં પાણી પીવા બાબતે તેના શિક્ષક દ્વારા માર મારવામાં આવતા મૃત્યુ થયું હતું. તે જ વર્ષે, ૨૮ વર્ષીય જિતેન્દ્ર મેઘવાલને પાલી જિલ્લામાં કથિત રીતે મૂછો રાખવાના કારણે છરા મારવામાં આવ્યો હતો. કાર્તિક ભીલ, સિરોહા જિલ્લાના એક આદિવાસી કાર્યકર, સ્થાનિક ધારાસભ્ય દ્વારા ભાડે રાખેલા માણસો દ્વારા કથિત રીતે નિર્દયતાથી હુમલો કર્યાના થોડા દિવસો પછી મૃત્યુ પામ્યા હતા.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (દ્ગઝ્રઇમ્)ના ડેટા મુજબ રાજસ્થાનમાં જીઝ્ર અને જી્ સામેના ગુનાના દરમાં ૨૦૧૮-૨૦૨૨ વચ્ચે સતત વધારો જોવા મળ્યો છે. અપરાધ દર એક લાખ વસ્તી દીઠ ગુનાઓની સંખ્યાને દર્શાવે છે.
અનુસૂચિત જાતિના કિસ્સામાં જ્યારે ગુનાનો દર ૨૦૧૮માં ૩૭.૭થી વધીને ૨૦૨૨માં ૭૧.૬ થયો હતો, ત્યારે દોષિત ઠરાવાનો દર ૨૦૧૮માં ૪૩.૬ ટકાથી ઘટીને ૨૦૨૨માં ૩૯.૫ ટકા થયો હતો.
એસટી સામેના અત્યાચાર સંબંધિત કેસોમાં ગુનાનો દર ૨૦૧૮માં ૧૧.૯થી વધીને ૨૦૨૨માં ૨૭.૩ થયો હતો. આ જ સમયગાળામાં ચાર્જશીટનો દર નીચો રહ્યો હતો અને માત્ર ૫૦ ટકા જેટલા કેસોમાં જ ચાર્જશીટ નોંધાઈ હતી. દોષિત ઠેરવવાનો દર સતત વધવા છતાં, નીચો રહ્યો.