૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોની પેનલે ગુડગાંવ અનેપટૌદી શહેરોના પીડિતોને ૧ર કરોડ આપવાની ભલામણ કરી

શીખ સમુદાયની હિંમત અને એકતાએ છેક ૩ર વર્ષ બાદ પણ કંઈક સફળતા મળી કે જે રમખાણમાં ૩૯ લોકોનાં મૃત્યુ થયેલ તેમાં ૧ર કરોડ એટલે વ્યક્તિદીઠ આશરે ૩૧ લાખ રૂપિયા આપવાનો હુકમ થયો. શું ગુજરાત રમખાણમાં માર્યા ગયેલને આ જ પ્રમાણમાં વળતર નહીં અપાય ? માનવી માનવીમાં પણ કોઈ ભેદભાવ હોઈ શકે ? પરંતુ રમખાણના ૧૪ વર્ષ તો ઠીક, કેટલાક આળસુ લોકો તો રમખાણના બીજા કે ત્રીજા વર્ષમાં જ કહેતા થઈ ગયા હતા કે આ તો કર્મની સજા છે અને ઉપરવાળાની મરજી ! કોઈને મદદ કરતા છટકી જવું હોય તો આ સૌથી સહેલા શબ્દ છે પરંતુ અધૂરા જ્ઞાન ધરાવનારને ક્યાં ખબર કે ધર્મ એ પણ શીખવે છે કે પ્રયત્ન તમારે કરવા જોઈએ. બાકી સર્જનહારના હાથમાં છે પરંતુ આ પ્રયત્ન કરવાની મહેનત કોણ કરશે ?

(એજન્સી) ચંદીગઢ,તા.૩૦
નિવૃત્ત જજ ટી.વી. ગર્ગના અધ્યક્ષપદે નિમાયેલ પંચે ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોને માનવતા વિરોધી અને જંગાલિયાતભર્યા કૃત્યો ગણાવ્યા હતા. જેમાં નિર્દોષ શીખોની હત્યા કરવામાં આવી હતી. પંચે પીડિતોના કુટુંબીજનોને ૧ર.૦૭ કરોડ રૂપિયા વળતર પેટે આપવાની ભલામણ કરી છે. જજે પોતાની ૩૦૦ પાનાના રિપોર્ટ આવ્યો છે અને જણાવેલ છે કે ઈતિહાસમાં ક્યારેય નહીં જોવાયેલ કૃત્યો થયા હતા. આવા હુમલાઓ જીવ ગુમાવનારા પીડિત પરિવારોને સાંત્વના આપવા અમારી પાસે શબ્દો નથી. એમની નુકસાની નાણાથી ભરપાઈ થઈ શકે નહીં. પીડિતોના કુટુંબીઓએ ૩ર વર્ષ સુધી ન્યાયની રાહ જોઈ છે.ે ગુડગાંવ અને પટૌદીમાં એવા શીખો હતા જેઓ ૧૯૪૭માં ભાગલા વખતે ભારત આવ્યા હતા. હરિયાણા સરકારે પમી માર્ચ ર૦૧૧માં ગર્ગ પંચની રચના કરી હતી. જેમાં એમને હોન્દ ચિલહર ગામના પીડિતોની તપાસ કરવા કહેવામાં આવ્યું હતું. જેમાં ૩ર શીખો માર્યા ગયા હતા. પણ પંજાબ હાઈકોર્ટે જુલાઈ ર૦૧રમાં એમનો વિસ્તાર વધારી ગુડગાંવ અને પટૌદીને પણ સામેલ કરાવવા જણાવ્યું. પંચે હોન્દ ચિલહરના રિપોર્ટ માર્ચ ર૦૧પમાં આપ્યો હતો. હરિયાણા રાજ્ય સરકારે એ રિપોર્ટ સ્વીકારીને પીડિતોના પરિવારોને ર૦ લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે પણ ડિસેમ્બર ર૦૧૪માં પ લાખનું વધુ વળતર આપવાની જાહેરાત કરી હતી. ગર્ગ પંચે ગુડગાંવના ર૪ અને પટૌદીના ૧ર હત્યાઓની તપાસ કરી હતી અને ગુડગાંવના બે ઈજાગ્રસ્તોની પણ તપાસ કરી હતી. પંચે ગુડગાંવ અને પટૌદીમાં મૃત્યુ પામેલ ૩૬ શીખોના કુટુંબીઓને પ.૭પ કરોડ રૂપિયા વળતરની ભલામણ કરી હતી અને મિલકતના નુકસાન બદલ ૯૬ કેસોમાં ૪.૮૦ કરોડની ભલામણ કરી હતી. બે ગુરૂદ્વારાઓને થયેલ નુકસાન બદલ પ લાખ વળતરની ભલામણ કરી હતી. આ ઉપરાંત ધંધાકીય મિલકતોના નુકસાન માટે વધુ ૧.ર૧ કરોડની ભલામણ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts