અમૃતસર તા. ૬
૧૯૮૪ ની સાલના જૂન મહિનામાં શહીદી વહોરનાર લોકોના વારસાના આગળ ધપાવવા માટે દલ ખાલસના હજારો યુવા કાર્યકર્તાઓેએ પવિત્ર શહેર અમૃતસરની શેરીઓમાં જર્નલસિંહ ભિંડરાવાલે અને ક્ષતિગ્રસ્ત થયેલા અકાલ તખ્તના ફોટાઓને હાથમાં રાખીને શહેરમાં રેલી કાઢી હતી. હાથમાં ધ્વજ અને ટી શર્ટ પહેરીને રેલીમાં આવેલા હજારો યુવાનોના હાથમાં જર્નલસિંહ ભિંડરાવાલે અને અકાલ તખતની તસવીરો હતી. ઉલ્લેખનીય છે કે ૧૯૮૪ ની સાલમાં અમૃતસરના સુર્વણ મંદિરમાં ઘુસેલા ભિંડરાવાલેે અને તેમના સાથીઓ બહાર કાઢવા માટે ભારતીય લશ્કરે એક ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં હજારો શીખ આતંકવાદીઓનો સફાયો કરી નાખવામાં આવ્યો હતો.ભિંડરાવાલનો મોટા ફોટાવાળા એક હોર્ડિંગમાં એવો સંદેશ આપવામાં આવ્યો હતો કે અમે તમને પ્રેમ કરીએ છીએ, પ્રશંસા કરીએ છીએ અને તમારૂ માન જાળવીએ છીએ.