૭૩ ટકા ઇઝરાયેલીઓ હમાસ સાથે યુદ્ધવિરામ, કેદીઓના વિનિમય સોદાને સમર્થન આપે છે : સર્વે

(એજન્સી)                                                       તા.૧૯
શનિવારે પ્રકાશિત થયેલ તાજેતરના મતદાન દર્શાવે છે કે ૭૩% ઇઝરાયેલીઓ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી દ્વારા ગાઝામાં પેલેસ્ટિનિયન સમુહ હમાસ સાથે કેદીઓની વિનિમય અને યુદ્ધવિરામ કરારને સમર્થન આપે છે. લેઝરસ રિસર્ચ સેન્ટરની ભાગીદારીમાં ઇઝરાયેલી દૈનિક મારિવ દ્વારા જાન્યુઆરી ૧૫-૧૬ના રોજ હાથ ધરવામાં આવેલા એક મતદાનમાં ઇઝરાયેલી જનતા વચ્ચેના કરારને જબરજસ્ત સમર્થન જોવા મળ્યું હતું. સર્વેમાં જાણવા મળ્યું છે કે ૪૫% લોકો કરારને મજબૂત સમર્થન આપે છે, જ્યારે ૨૮% તેને અમુક અંશે સમર્થન આપે છે, જે કુલ મંજૂરી ૭૩% પર લાવે છે.  માત્ર ૧૯% ઇઝરાયેલીઓ કરારનો વિરોધ કરે છે અને ૮% આ બાબતે તટસ્થ રહે છે. સર્વેમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ઇઝરાયેલમાં ૯૧% વિપક્ષી મતદારો ડીલને સમર્થન આપે છે, જ્યારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની આગેવાની હેઠળના સત્તાધારી દક્ષીણપંથી   ગઠબંધનના ૫૨% મતદારો પણ તેને ટેકો આપે છે, જોકે ૩૭% મતદારો ડીલનો વિરોધ કરે છે. 
લગભગ આઠ કલાકની વિચાર-વિમર્શ બાદ શનિવારે સવારે ઇઝરાયેલ સરકારે આ કરારને સત્તાવાર રીતે મંજૂરી આપી હતી. ૨૪ મંત્રીઓએ તેની તરફેણમાં મતદાન કર્યું અને આઠ મંત્રીઓએ તેની વિરૂદ્ધમાં મતદાન કર્યું, જેના કારણે તેને મંજૂરી આપવામાં આવી. કતારે ગાઝા પટ્ટી પર ૧૫ મહિનાથી વધુના ઘાતક ઇઝરાયેલી હુમલાઓને સમાપ્ત કરવા બુધવારે ત્રણ તબક્કાના યુદ્ધવિરામ સોદાની જાહેરાત કરી હતી.   સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ૭ ઓક્ટોબર, ૨૦૨૩થી ગાઝા પર ઇઝરાયેલના નરસંહાર યુદ્ધમાં લગભગ ૪૬,૯૦૦ પેલેસ્ટીનીઓ મૃત્યુ પામ્યા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે અને ૧૧૦,૬૦૦થી વધુ ઘાયલ થયા છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે નવેમ્બર ૨૦૨૪માં નેતન્યાહુ અને તેમના ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ માટે ગાઝામાં યુદ્ધ ગુનાઓ અને માનવતા વિરૂદ્ધના ગુનાઓ માટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ઈઝરાયેલને ઈન્ક્‌લેવ પરના યુદ્ધ માટે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં નરસંહારના કેસનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks